જો તમારા દાંત પીળા થઈ ગયા હોય, પેઢા દુખતા હોય કે પછી ઓરલ હેલ્થ સંબંધિત અન્ય સમસ્યા હોય તેને દુર કરવાનો સસ્તો અને સરળ ઉપાય આજે તમને જણાવીએ. આ ઉપાય કરવાથી દાંત, પેઢા, મોંમાંથી આવતી વાસ સહિતની સમસ્યા દુર થઈ જશે.
પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ જેને ગુજરાતીમાં ફટકડી કહેવાય છે તે એક પ્રાકૃતિક ખનીજ છે. સાકર જેવી દેખાતી ફટકડીનો ઉપયોગ વર્ષોથી દરેક ઘરમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. મોટાભાગે તો ફટકડીનો ઉપયોગ પુરુષો દાઢી કરતી વખતે કરે છે. દાઢી કર્યા પછી ફટકડી લગાડવાથી તો ત્વચા ફાટવાની કે ત્વચાની બળતરાની સમસ્યા રહેતી નથી. ફટકડીમાં એન્ટિ સેપ્ટિક અને એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે.
સ્કિન કેરમાં પણ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ઓરલ હેલ્થ સુધારવામાં પણ ફટકડી મદદ કરી શકે છે? જો તમે ફટકડીના પાણીથી ફક્ત કોગળા કરવાનું પણ રાખો છો તો તેનાથી તમારી ઓરલ હેલ્થ સુધરી જાય છે. ફટકડીના પાણીથી કોગળા કરવા માટે એક ગ્લાસ પાણી ભરી તેમાં થોડી ફટકડી ઓગાળવી. ત્યાર પછી આ પાણીથી કોગળા કરી લેવા. બસ આટલું કામ કરવાથી તમને નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થવા લાગશે.

પીળા દાંત સફેદ થશે
અનેક લોકો એવા હશે જેમની સમસ્યા હશે પીળા થયેલા દાંત. જો તમારા દાંત પણ સફેદમાંથી પીળા થવા લાગ્યા છે તો ફટકડીના પાણીથી કોગળા કરો. નિયમિત ફટકડીના પાણીથી કોગળા કરવાથી દાંત પર જામેલી ગંદકી, પીળાશ અને પ્લાક ધીરે ધીરે સાફ થવા લાગશે. ફટકડીના પાણીથી કોગળા કરવાથી દાંતમાં કેવીટી થવાનું જોખમ પણ ઘટી જાય છે.
મોઢાના ચાંદા મટશે
ઘણા લોકોને મોઢામાં વારંવાર ચાંદા પડી જતા હોય છે આવા લોકોએ પણ ફટકડીના પાણીથી કોગળા કરવા જોઈએ. ફટકડીના પાણીથી કોગળા કરવાથી મોઢામાં થયેલી ઇજા ઝડપથી રૂઝાય છે અને દુખાવો પણ મટી જાય છે.
મોઢામાંથી આવતી વાસ દૂર થશે

ઘણા લોકો બ્રશ કરી લે પછી પણ તેમના મોઢામાંથી વાસ આવતી હોય છે. આવી સમસ્યામાં પણ ફટકડી મદદરૂપ થાય છે. ફટકડીમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. જો તમે ફટકડીના પાણીથી કોગળા કરો છો તો આ પાણી મોઢામાં રહેલા બેક્ટેરિયા જે વાસ ઉત્પન્ન કરતા હોય છે તેનો નાશ કરે છે. જેના કારણે મોઢામાંથી આવતી વાસની પરેશાની દૂર થઈ જાય છે.
દાંતનો દુખાવો મટશે
ફટકડીના પાણીથી કોગળા કરવાથી દાંતમાં થતો દુખાવો અને દાંતની સેન્સીટીવીટીથી પણ રાહત મળી શકે છે. જે લોકોને ઠંડુ કે ગરમ ખાધા પછી દાંતમાં ઝણઝણાટીનો અનુભવ થતો હોય તેમણે પણ ફટકડીના પાણીથી કોગળા કરવા જોઈએ.
પેઢા સ્વસ્થ થશે
ફટકડીના પાણીથી કોગળા કરવાથી પેઢાની તકલીફો પણ મટે છે. જેમકે પેઢામાંથી લોહી નીકળવું, પેઢા ખુલી જવા જેવી સમસ્યાથી રાહત મળી જાય છે. ફટકડીના પાણીથી પેઢા સ્વસ્થ અને ટાઈટ રહે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
