મુંબઈમાં કચરાનું પ્રમાણ અને નાશ માટે જગ્યાની ઓછપને ધ્યાનમાં લઈને કાંજુરમાર્ગ અને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરાનો નાશ કર્યા વિના છૂટકો નથી. ભવિષ્યમાં મુલુંડ અને ગોરાઈ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરામાંથી વીજનિર્મિતી કરવાના વિકલ્પની ચકાસણી કરવામાં આવી રહી છે.
મુંબઈમાં દરરોજ નિર્માણ થતો લગભગ 7 હજાર મેટ્રીક ટન કચરો એકમાત્ર કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર જ ફેંકવામાં આવે છે. કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડનો કોન્ટ્રેક્ટ 2036માં પૂરો થશે છતાં એનો વપરાશ બંધ કરવામાં આવે એવી શક્યતા નથી. એ હટાવવા માટે વનશક્તિ પર્યાવરણ સંસ્થા, કન્નમવાર નગર એસોસિએશન અને વિક્રોલી વિકાસ મંચ છેલ્લા થોડા વર્ષથી કોર્ટમાં લડી રહ્યા છે. આ પ્રકરણે અત્યાર સુધી અનેક સુનાવણી થઈ છે. આ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ કરવું એવા હાઈ કોર્ટના આદેશના મુંબઈ મહાપાલિકાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ પ્રકરણ હવે ફરીથી મુંબઈ હાઈ કોર્ટમાં આવ્યું છે.

કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ બાબતે મહાપાલિકાએ સંબંધિત કંપની સાથે કરેલો કરાર 2036માં પૂરો થયા પછી પણ આ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ નહીં થાય. આ ઠેકાણે ભીનો કચરો ન ફેંકતા સૂકો કચરો ફેંકીને એમાંથી વીજનિર્મિતી કરવામાં આવે એવો મહાપાલિકાનો પ્રસ્તાવ છે.
કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ હટાવવાની માગણી માટે કોર્ટમાં લડાઈ ચાલુ છે. આ ડમ્પિંગ ગ્રાઉન્ડ વન ખાતાની જમીન પર છે એવો અરજદારોનો મુદ્દો છે. આ પ્રકરણે વનશક્તિની એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી બાકી છે.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
