
સાંધા અને સ્નાયૂના દુખાવાથી રાહત મેળવવાનો સૌથી અસરકારક ઉપાય છે તેલ માલીશ, નાળિયેર તેલમાં 2 વસ્તુ મિક્સ કરી તેના વડે જો માલિશ કરવામાં આવે તો પગનો દુખાવો તુરંત મટી જાય છે.
ખોટો આહાર અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે નાની વયના લોકોને પણ સાંધાની તકલીફો અને સ્નાયૂના દુખાવા થઈ જાય છે. આ સ્થિતિમાં થોડો શારીરિક શ્રમ થાય કે પછી વધારે ચાલવાનું થાય તો પગમાં અસહ્ય દુખાવો થવા લાગે છે. આવા દુખાવાથી રાહત મેળવવા માટે દવા લેવાને બદલે તમે હોમમેડ તેલથી માલિશ કરી શકો છો.
નાળિયેર તેલ અને કપૂર

નાળિયેર તેલ અને કપૂરની મદદથી સાંધાના દુખાવાથી રાહત મળી શકે છે. આ તેલ બનાવવા માટે 2 ચમચી નાળિયેર તેલને ગરમ કરો. તેમાં કપુરના 2 ટુકડા અથવા પાવડર ઉમેરો, કપુર ઓગળી જાય એટલે આ તેલ દુખાવો થતો હોય ત્યાં લગાડો અને પછી માલિશ કરો. 10 મિનિટ માલિશ કરવાથી દુખાવો દુર થઈ જશે. જે લોકોને સાંધાનો દુખાવો કાયમી રહેતો હોય તેઓ પણ આ તેલનો ઉપયોગ કરી શકે છે.
નાળિયેર તેલમાં એન્ટી ઈંફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. તેનાથી સોજા ઉતરે છે અને દુખાવો મટે છે. નાળિયેર તેલથી માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન પણ સુધરે છે. નાળિયેર તેલ લગાડવાથી સાંધાના દુખાવાથી રાહત મળી શકે છે.
કપૂરમાં પણ એન્ટી ફ્લોજિસ્ટિક ગુણ હોય છે જે દુખાવાને દુર કરવામાં મદદ કરે છે. કપૂર અને નાળિયેર તેલથી માલિશ કરવાથી સાંધામાં ગરમાવો આવે છે અને સોજો ઓછો થાય છે તેમજ દુખાવો મટે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
