માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં યોગ શક્તિશાળી સાધન સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિક અધ્યયનોમાં પણ પુષ્ટિ થઈ ચુકી છે કે યોગ સ્ટ્રેસ ઓછો કરવામાં, ઊંઘમાં સુધારો કરવામાં અને ઈમોશનલ બેલેન્સ જાળવી રાખવામાં મદદરુપ થઈ શકે છે.
માનસિક સ્વાસ્થ્યને મોટાભાગના લોકો લાઈટલી લેતા હોય છે. આજે પણ માનસિક સ્વાસ્થ્યને લઈને લોકો ખુલીને વાત કરવાનું ટાળતા હોય છે. પરંતુ હકીકતમાં તો માનસિક સ્વાસ્થ્યને સારું રાખવા પર વધારે ફોકસ કરવું જોઈએ. જો માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોય એટલે કે વ્યક્તિ સ્ટ્રેસ અને ચિંતામાં હોય તો તેના કારણે શારીરિક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં યોગ મદદરુપ થઈ શકે છે.
ગળાકાપ હરિફાઈના સમયમાં દરેક વ્યક્તિ સ્ટ્રેસ, ચિંતા, ઓવરથિંકિંગ જેવી સમસ્યાથી પીડાય છે. જે લોકો માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય છે તે યોગ તરફ વળે છે. આજે તમને જણાવીએ યોગ શું છે અને તે માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે સુધારે છે.

યોગ એટલે શું ?
યોગ પ્રાચીન અભ્યાસ છે જેમાં અલગ અલગ આસન, પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ થાય છે. યોગ વિદ્યા ભારતની 5000 વર્ષ જૂની પરંપરા છે. હવે યોગથી થતા શારીરિક, માનસિક લાભોથી દુનિયાભરના લોકો અવગત થયા છે જેના કારણે યોગ વ્યાપક રીતે પ્રચલિત થયા છે.
માનસિક સ્વાસ્થ્યને યોગથી થતા લાભ
સ્ટ્રેસ ઓછો થાય છે
રિસર્ચ પરથી રાબિત થયું છે કે યોગ શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે. યોગથી તંત્રિકા તંત્ર સક્રિય થાય છે અને તણાવ સંબંધિત લક્ષણોમાં ઘટાડો થાય છે. યોગ કરવાથી ચિંતા, ડિપ્રેશન વધારતાં નકારાત્મક વિચારોના ચક્રને તોડવામાં મદદ મળે છે. પરિણામે વ્યક્તિને માનસિક શાંતિનો અનુભવ થાય છે.
ઊંઘની ગુણવત્તા સુધરે છે
યોગ કરવાથી તંત્રિકા તંત્ર શાંત થાય છે અને શરીર અને મન રિલેક્સ થાય છે. જેના કારણે વ્યક્તિની ઊંઘની ગુણવત્તા સુધરે છે. રિસર્સ પરથી સામે આવ્યું છે કે યોગ અનિંદ્રા અને અન્ય ઊંઘ સંબંધિત સમસ્યા દુર કરવામાં મદદ કરી શકે છે.

મગજની કાર્યક્ષમતા વધારે
યોગ કરવાનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી વ્યક્તિની યાદશક્તિ, ફોકસ કરવાની ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિ વધે છે. આ અંગે થયેલા સંશોધનનું તારણ છે કે નિયમિત યોગ કરવાથી મગજ પર પોઝિટિવ અસર થાય છે.
માનસિક સ્વાસ્થ્ય સુધારતા યોગ
યોગ વિદ્યામાં અલગ અલગ પ્રકારના યોગનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાંથી માનસિક સ્વાસ્થ્યને લાભ કરે તેવા યોગોમાં હઠ યોગ, વિન્યાસ યોગ, રિસ્ટોરેટિવ યોગ, કુંડલિની યોગ, યિન યોગ સહિતના યોગનો સમાવેશ થાય છે.
યોગ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત FAQ
- યોગ કરવાની શરુઆતી કેવી રીતે કરવી ?
યોગ કરવાની શરુઆત 5 થી 10 મિનિટથી કરો. ધીરે ધીરે નિયમિત અભ્યાસ કરી યોગ કરવાનો સમય વધારો.
- યોગ કરતી વખતે મનમાં આવતા વિચારોને કેવી રીતે રોકવા ?
યોગ કરતી વખતે મનમાં આવતા વિચારોને રોકવાની જરૂર હોતી નથી. વિચારોને વહેવા દો. વિચારો સાથે વહી જવાને બદલે સાક્ષી બની ફક્ત વિચારોને વહેતા જુઓ. ધીરેધીરે વિચારો આવતા બંધ થઈ જશે.
- યોગ કયા સમયે કરવા જોઈએ ?
યોગ સવારના સમયે કરવા ઉત્તમ રહે છે. સવારના સમયે શાંત વાતાવરણમાં યોગાભ્યાસ કરવો લાભકારી માનવામાં આવે છે.

- સપ્તાહમાં કેટલા દિવસ યોગ કરવા ?
જો તમે યોગ કરવાની શરુઆત કરી રહ્યા છો તો સપ્તાહમાં 2 થી 3 દિવસ કરો. ત્યારબાદ ધીરે ધીરે રોજ યોગ કરવાની આદત બનાવો.
- માનસિક સમસ્યા માટે સારવારનો વિકલ્પ છે યોગ ?
ના, માનસિક સમસ્યા માટે સારવાર કે દવા ચાલતી હોય તો તેનો વિકલ્પ યોગ નથી. યોગ માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેનો શ્રેષ્ઠ મદદરુપ અભ્યાસ છે.
- યોગ કરવાનું શરુ કરો પછી કેટલા સમયમાં ફાયદો દેખાય ?
યોગથી થતા ફાયદાનો અનુભવ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. કેટલાક લોકોને પહેલા દિવસથી ફાયદો દેખાવા લાગે છે તો કેટલાક લોકોને થોડા સપ્તાહ પછી લાભ જોવા મળે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
