વિક્રોલીમાં મોબાઈલ પર સંગીત મોટેથી વગાડવા પરથી થયેલા ઝઘડામાં ભાઈઓએ કરેલા હુમલામાં પિતા- પુત્રનાં મોત થયાં હતાં, જ્યારે માતા- પુત્ર ઘાયલ થયાં હતાં. પોલીસે આ સંબંધમાં બે ભાઈની ધરપકડ કરી છે.
વિક્રોલી પશ્ચિમમાં પાર્કસાઈટ પોલીસ સ્ટેશનની હદમાં રાહુલ નગર ખાતે ગુરુવારે વહેલી સવારે આ ઘટના બની હતી. આરોપીઓ અને મૃતક એક જ ઘરમાં રહેતા હતા. રાત્રે મોબાઈલ પર મોટા અવાજમાં ગીત લગાવવાથી પરિવારના સભ્યો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.બોલાચાલી ઉગ્ર બની હતી, જે પછી બે ભાઈઓએ મુક્કા, લાત અને છરાથી હુમલો કર્યો હતો, જેમાં સુનિલ વિશ્વકુર્મા (40) અને તેનો પુત્ર શ્લોક મૃત્યુ પામ્યા હતા, જ્યારે સુનિલની પત્ની અંજુ અને નાનો પુત્ર વિવાન છરાના ઘાથી ગંભીર રીતે ઈજા પામ્યા છે. બંને પર નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

વિભાગના ડીસીપીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે સંગીત મોટેથી વગાડવા પરથી વાંધો ઉઠાવવા માટે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આથી આરોપી સુરેંદ્ર વિશ્વકર્મા અને સૂરજ વિશ્વકર્માએ પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો, જેમાં પિતા- પુત્રના ગંભીર ઈજાથી મોત નીપજ્યાં છે, જ્યારે બે જણ ઘાયલ થયા છે.
બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી પરિવારજનો વચ્ચે એક યા બીજા કારણસર ઝઘડા થતા હતા. ગુરુવારે વહેલી સવારે ઝઘડો થતાં જીવલેણ હુમલામાં પરિણમ્યો હતો.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
FREE….FREE….FREE….
ગુર્જરભૂમિ ન્યૂઝ પેપર તેના વાચકોનું હંમેશા ખાસ ધ્યાન રાખે છે! છેલ્લા 3 મહિનામાં કાલિદાસ, ગડકરી રંગાયતન ખાતે આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ અને નાટકો જેવી શાનદાર 7 ઇવેન્ટ્સની ફ્રી ટિકિટ્સ આપ્યા બાદ, અમે ફરી એકવાર તમારા માટે લાવી રહ્યા છીએ એક ખાસ ભેટ. તો તૈયાર રહેજો બીજા 2 શાનદાર પ્રોગ્રામ માટે… ટૂંક સમયમાં જ વધુ વિગતો ગુર્જરભૂમિ ન્યૂઝ પેપરના whatsapp ગ્રુપમાં જાહેર થશે. તો જોવાનું ભૂલતા નહીં… આ લીંક પર ક્લીક કરી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ https://chat.whatsapp.com/DdFad7rsnnz87CrgiWK9r7
હજી પણ વાર્ષિક લવાજમ ન લીધું હોય તો તમારા અખબાર વિક્રેતાને સંપર્ક કરી ફક્ત 250/- રૂપિયામાં વહેલી તકે લવાજમ લઈને આ ઓફરનો લાભ લ્યો. For more details… Contact 9322529232 / 9324483455
