વંદે ભારત સ્લીપર ટ્રેનનો અવતાર બદલાઈ રહ્યો છે. આગામી તબક્કા ટ્રેન વધુ આધુનિક બનશે અને નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. એના લીધે મહારાષ્ટ્રથી કર્ણાટક પ્રવાસ સુખદ થશે. બદલાયેલી નવી વંદે ભારત ટ્રેનમાં લાંબા અંતરનો પ્રવાસ કરવો વધુ સહેલો થશે અને પ્રીમિયમ પ્રવાસનો એક ઝડપી વિકલ્પ ઉપલબ્ધ થશે.
અત્યારે ચાલતી વંદે ભારત ટ્રેનમાં દિવસના પ્રવાસ માટે આરામદાયક ખુરસીઓ અને સીટ ઉપલબ્ધ હોય છે. પણ આ નવી ટ્રેન ફક્ત રાતના પ્રવાસ માટે તૈયાર કરવામાં આવી છે. ટ્રેનની ડીઝાઈનમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. ફર્સ્ટ એસી કોચમાં કરેલા ફેરફાર વિશે એક વીડિયો જારી થયો છે. તેથી પ્રવાસીઓમાં મુંબઈ-બેંગલુરુ વંદે ભારત સ્લીપર ટ્રેન માટે ઉત્સુકતા નિર્માણ થઈ છે.

સ્લીપર ટ્રેનમાં ઉપરના બર્થ પર જવા માટે સીડી લગાડવામાં આવે છે. એના લીધે અનેક પ્રવાસીઓ ઉપરનો બર્થ લેવાનું ટાળે છે. નાના બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે સીડી પર ચઢવું મુશ્કેલ હતું. પણ વંદે ભારત સ્લીપર ટ્રેનમાં સીડીના બદલે દાદરા લગાડવામાં આવ્યા છે. અપર બર્થ માટે સુરક્ષિત અને આરામદાયક દાદરાનો વિકલ્પ છે. ફર્સ્ટ એસી કોચમાં સ્લાઈડિંગ દરવાજા લગાડવામાં આવ્યા છે. આ સુવિધાઓના લીધે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કોઈ પ્રીમિયમ ટ્રેનમાં પ્રવાસ કરવા જેવો અનુભવ મળશે. ઉપરાંત વંદે ભારત સ્લીપર ટ્રેન પહેલાં કરતા વધુ ઝડપી થશે. મુંબઈ-બેંગલુરુ વચ્ચે દોડનારી સ્લીપર ટ્રેનમાં પ્રવાસ કરવા 20 કલાક લાગે છે. વંદે ભારત સ્લીપર ટ્રેનના લીધે આ પ્રવાસ 14 થી 15 કલાકમાં પાર કરી શકાશે. વંદે ભારત સ્લીપર ટ્રેન 16 ડબ્બાની સંપૂર્ણપણે એસી ટ્રેન હશે. એક સાથે 823 પ્રવાસીઓને લઈ જવાની ક્ષમતા હશે. આ નવી ટ્રેનની પહેલી રેક બેંગલુરુના એસએમવીટી રેલવે સ્ટેશન પર દેખાઈ હતી. કર્ણાટકના ત્રણથી ચાર શહેરને જોડીને આગળ ટ્રેન મહારાષ્ટ્રમાં દાખલ થાય એવી શક્યતા છે.
ઓછામાં ઓછા સ્ટોપેજ
ભારતીય રેલવેએ હજી આ વંદે ભારત સ્લીપરનું ટાઈમટેબલ જાહેર કર્યું નથી. ટાઈમટેબલ જાહેર થયા પછી ચોક્કસ સમયની માહિતી મળશે. આ ટ્રેનનો અધિકૃત રૂટ હજી જાહેર કરવામાં આવ્યો નથી. તેથી કયા સ્ટેશન પર ટ્રેન થોભશે એ સ્પષ્ટ નથી. જો કે ટ્રેનનો પ્રવાસ ઝડપી કરવા ઓછામાં ઓછા સ્ટોપેજ રાખવામાં આવ્યા છે. અત્યારે ભારતીય રેલવે આ ટ્રેનના રૂટ માટે નકશો તૈયાર કરે છે અને ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે વંદે ભારત સ્લીપર શરૂ કરવામાં આવશે. તારીખ જાહેર થતાં જ વંદે ભારતની ટિકિટ આઈઆરસીટીસીની અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
