
જો તમે સ્કિન પ્રોબ્લેમ, વધેલું વજન, હાઈ બ્લડ શુગર અને બેડ કોલેસ્ટ્રોલથી પરેશાન છો ? તો આજથી જ આ લીલું પાણી પીવાની શરુઆત કરી દો. આ આયુર્વેદિક ઉપાય બધી જ સમસ્યાને દુર કરી દેશે.
આયુર્વેદમાં લીમડાને ઔષધી માનવામાં આવે છે. લીમડામાં એવા ગુણ હોય છે જે શરીરને દરેક સમસ્યામાં ફાયદો કરી શકે છે. સવારે ખાલી પેટ લીમડાના પાનનું પાણી પીવાથી બેક્ટેરિયલ બીમારીઓથી તુરંત રાહત મળે છે. આ પાણી પાચન ક્ષમતાને મજબૂત કરે છે. લીમડાનો ઉપયોગ કરવાથી ઇમ્યુનિટી વધે છે અને સ્કીન, લીવર, હાર્ટ સહિતની સમસ્યામાં ફાયદો થાય છે. લીમડો બોડી ડિટોક્ષ કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. આજે તમને લીમડાના 5 સૌથી મોટા ફાયદા વિશે જણાવીએ.
બ્લડ સુગર કંટ્રોલ કરશે
આયુર્વેદ અનુસાર ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડાના પાનનું પાણી રામબાણ દવા જેવું છે. લીમડાના પાનમાં હાઇપોગ્લાયસેમિક ગુણ હોય છે જે બ્લડ સુગરને કાબુ કરવામાં મદદ કરે છે. તેનાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ વધે છે. જેના કારણે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

પેટની ચરબી ઘટે છે
રોજ સવારે ખાલી પેટ લીમડાના પાનનું પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે. તેનાથી કેલરી ઝડપથી બળે છે. નિયમિત આ પાણી પીવાથી વધતું વજન કંટ્રોલમાં રહે છે અને શરીર ફીટ લાગે છે. લીમડાનું પાણી પીવાથી ઓવર ઈટિંગથી પણ બચી શકાય છે.
બોડી ડીટોક્ષ થશે
રોજ સવારે લીમડાનું પાણી પીવાથી બોડી ડિટોક્ષ થઈ જાય છે. શરીરમાં વધતા વિષાક્ત પદાર્થ નિત્ય ક્રિયા અને યુરિન મારફતે શરીરમાંથી નીકળી જાય છે. જેના કારણે લીવર ભોજનને સારી રીતે પચાવી શકે છે અને પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે. લીમડાનું પાણી શરીરનું રક્ત શુદ્ધ કરે છે.
સ્કિન દેખાશે સુંદર
લીમડાના પાનમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. લીમડાનું પાણી પીવાથી ત્વચાને પણ ફાયદો થાય છે. લીમડો બ્લડને શુદ્ધ કરે છે જેના કારણે ત્વચા સુંદર બને છે કારણ કે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
