July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

Health Tips – આ 5 સમસ્યા હોય તો ગરમીમાં પણ લીંબુ પાણી પીવાનું અવોઈડ કરજો, ફાયદાને બદલે કરશે નુકસાન

Lime Water Side Effects: લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો ડિટોક્ષ વોટર તરીકે લીંબુ પાણીને સવારે ખાલી પેટ પણ પીતા હોય છે. લીંબુ પાણી વિટામિન સીથી ભરપૂર હોય છે જે ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. લીંબુ પાણી નાના-મોટા સૌ કોઈ પી શકે છે. બસ આ 5 સમસ્યા જે લોકોને હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

ઉનાળાની શરૂઆત થાય એટલે લીંબુ પાણીનો ઉપયોગ વધી જાય છે. ગરમીમાં બહાર જવાનું થાય તો લોકો લીંબુ પાણી પીવાનું પસંદ કરે છે આ સિવાય ઘરમાં પણ લીંબુ પાણીનો ઉપયોગ વધી જાય છે. લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો ડિટોક્ષ વોટર તરીકે લીંબુ પાણીને સવારે ખાલી પેટ પણ પીતા હોય છે. લીંબુ પાણી વિટામિન સીથી ભરપૂર હોય છે જે ઈમ્યુનિટીને બુસ્ટ કરે છે. લીંબુ પાણી નાના-મોટા સૌ કોઈ પી શકે છે. બસ આ 5 સમસ્યા જે લોકોને હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

આ 5 સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકો જો લીંબુ પાણીનું સેવન કરે છે તો તેમને ફાયદો થવાને બદલે ગંભીર નુકસાન થઈ શકે છે. જો તમે પણ આ પાંચમાંથી કોઈ એક પણ સમસ્યા ધરાવવો છો તો આ ગરમીની સિઝનમાં લીંબુ પાણી પીવાનું ટાળજો. 

આ લોકોએ ન પીવું લીંબુ પાણી

એસીડીટી

જે લોકો એસીડીટીની સમસ્યાથી પરેશાન હોય તેમણે વધારે માત્રામાં લીંબુનું પાણી પીવું નહીં. લીંબુ પાણીમાં સિટ્રિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. જે શરીરમાં એસિડિટી વધારી શકે છે. જો તમને પહેલાથી જ એસિડિટી હોય અને તમે લીંબુ પાણી પીવો તો તકલીફ ગંભીર થઈ જાય છે. 

દાંતની તકલીફ

જે લોકોને દાંતની તકલીફ હોય એટલે કે કોઈપણ પ્રકારનો ડેન્ટલ પ્રોબ્લેમ હોય તો લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. તેમાં રહેલું એસિડ દાંતના ઈનેમલને ખરાબ કરે છે. સાથે જ દાંતની સંવેદનશીલતાની સમસ્યા પણ વધી જાય છે. જો ડેન્ટલ પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ લીંબુ પાણીનું સેવન કરવું.

હાડકાની સમસ્યા

જે લોકો હાડકા સંબંધિત સમસ્યા ધરાવે છે તેમણે પણ લીંબુ પાણી પીવું નહીં. વધારે માત્રામાં લીંબુ પાણી પીવાથી હાડકાને નુકસાન થાય છે. લીંબુમાં રહેલા એસિડના કારણે હાડકામાં રહેલા કેલ્શિયમનું ઝડપથી ધોવાણ થઈ જાય છે. એટલે કે કેલ્શિયમ પેશાબ માટે બહાર નીકળવા લાગે છે જેના કારણે હાડકા અંદરથી નબળા પડી જાય છે. 

કિડનીની બીમારી

કિડની બીમારી હોય તે લોકો માટે પણ લીંબુ પાણી જોખમી છે. લીંબુ પાણી પીવાથી કિડની પર વધારે પ્રેશર આવે છે જેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે. જે લોકો કિડની સંબંધીત સમસ્યાથી પીડિત છે તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

હાર્ટબર્ન

જે લોકોને છાતીમાં બળતરા રહેતી હોય તેમણે પણ લીંબુ પાણી પીવાનું ટાળવું. લીંબુ પાણી પીવાથી શરીરમાં પેપ્સીન નામનું એન્જાઈન સક્રિય થઈ જાય છે જો રોજ લીંબુ પાણી પીવામાં આવે તો છાતીમાં બળતરાની સમસ્યા વધી જાય છે અને અલ્સર પણ થઈ શકે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us