
પગના તળીયામાં થતા ફુટ કોર્ન જેને કપાસી કે કણી પણ કહેવામાં આવે છે તેને દુર કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો આજે તમને જણાવીએ. આ ઉપાયોથી ફુટ કોર્નની સમસ્યા દુર કરી શકાય છે.
પગના તળિયામાં આંગળા નીચે અથવા તો એડીની પાસે ઘણી વખત પીળા રંગની જાડી ગાંઠ બનવા લાગે છે. ઘણા લોકો સાથે આવું થતું હોય છે પરંતુ આ ગાંઠ પર લોકો ધ્યાન આપતા નથી. મોટાભાગે આ ગાંઠ તકલીફ કરાવતી નથી પરંતુ જો તેનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ન આવે તો તે ગંભીર પણ બની શકે છે. બોલચાલની ભાષામાં પગના તળિયામાં થતી ગાંઠને કપાસી અથવા તો કણી કહેવાય છે. આ સમસ્યા કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. પગમાં થતી કપાસીને દૂર કરવા માટે તમે કેટલા ઘરેલુ ઉપાયની મદદ લઈ શકો છો. આ ઉપાયોની મદદથી કપાસીની તકલીફ મટી શકે છે.
પગની કપાસી માટેના ઘરેલુ ઉપાય
એરંડીનું તેલ
પગના તળિયામાં થતી કપાસી પર એરંડીનું તેલ લગાડી શકાય છે. આ તેલના કારણે ફૂટ કોર્ન અને તેની આસપાસ થયેલા ઘાને મટાડી શકાય છે. તેલ લગાડવાથી કડક થયેલી સ્કિન ધીરે ધીરે સોફ્ટ થવા લાગે છે. તેને લગાડવા માટે સૌથી પહેલા પગ ધોઈ લેવા અને પછી પ્રભાવિત જગ્યા પર એરંડીનું તેલ લગાડવું. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ કામ કરશો એટલે ધીરે ધીરે કપાસી મટવા લાગશે.

લસણ
લસણની મદદથી પણ ફૂટ કોર્નને મટાડી શકાય છે. તેના માટે લસણની કળી છોલીને બે ટુકડા કરી લો. હવે લસણના ટુકડાને પ્રભાવિત જગ્યા પર લગાવો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત લસણ લગાડવાથી પણ કપાસના રાહત થઈ શકે છે.
વિનેગર
ફૂટ કોર્ન મટાડવા માટે વિનેગરનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે એક ટબમાં ગરમ પાણી લેવું અને તેમાં વિનેગર ઉમેરી આ પાણીમાં પાંચથી દસ મિનિટ માટે પગ રાખો. ત્યાર પછી પગને સારી રીતે કોરા કરી કપાસી પર નાળિયેરનું તેલ અથવા ટી ટ્રી ઓઇલ ઉમેરો. તેનાથી ફૂટ કોર્ન મટી શકે છે.
સિંધવ મીઠું
ફુટ કોર્નની સમસ્યાને દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે હુંફાળા પાણીમાં એક ચમચી સિંધવ મીઠું ઉમેરી આ પાણીમાં પગ રાખવા. ત્યાર પછી પગને કોરા કરી લેવા અને નાળિયેર તેલ લગાડવું.

બેકિંગ સોડા
ફુટ કોર્નની સમસ્યા મટાડવા માટે બેકિંગ સોડાનો પ્રયોગ પણ કરી શકાય છે. હુંફાળા પાણીમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરો. ત્યાર પછી પગને તેમાં રાખો. દસ મિનિટ પછી પગને કોરા કરી લો અને કોઈ પણ તેલ લગાવો. સપ્તાહમાં બે થી ત્રણ વખત આ કામ કરવાથી કપાસી ધીરે ધીરે ઓછી થઈ જશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
