સ્કારિંગ એલોપેસીયા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, જેમાં એકવાર માથાના વાળ ખરી જાય તો પછી તે જગ્યાએ ફરીથી વાળ ક્યારેય ઉગતા નથી. આ રોગ થવાનું જોખમ કોને વધારે હોય અને આ રોગના શરુઆતી લક્ષણો શું છે ચાલો જાણીએ.
નેશનલ ઈંસ્ટીટ્યુશન ઓફ હેલ્થ અનુસાર એલોપેસિયા અરેટા એક ઓટોઈમ્યૂન સમસ્યા છે. આ સમસ્યામાં વ્યક્તિના માથાના, દાઢીના કે મૂછના વાળ ખરવાનું અને વાળની સમસ્યા થવાનું શરુ થાય છે. એલોપેસિયાના અલગ અલગ પ્રકારો હોય છે. જેમકે પેચી એલોપેસિયા જેમાં એક જગ્યાએથી જ વાળ ખરે, એલોપેસિયા ટોટૈલિસ જેમાં આખા માથાના વાળ ખરી જાય, એલોપેસિયા યૂનિવર્સેલિસ જેમાં આખા શરીરના વાળ ખરી જાય, ડિફ્યૂઝ એલોપેસિયા જેમાં વાળ પાતળા થવા લાગે. અલગ અલગ પ્રકારના એલોપેસિયામાં સ્કારિંગ એલોપેસિયા એવી સમસ્યા છે જેમાં વાળ એકવાર ખરી જાય તો ફરીથી ઉગવાની સંભાવના નહીંવત હોય છે.

એલોપેસિયા એક ઓટોઈમ્યૂન સ્થિતિ છે જેમાં આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જ આપણા વાળના ફોલીકલ્સનો નાશ કરવા લાગે છે. જેના કારણે માથાના વાળ ગુચ્છામાં ખરવા લાગે છે. ગુજરાતી ભાષામાં આ રીતે વાળ ખરવાના રોગને ઉંદરી કહેવામાં આવે છે. ઉંદરી થવા કારણે માથાના જે ભાગમાંથી વાળ ખરે તે ચામડી લીસી અને ચીકણી થઈ જાય છે.
સ્કારિંગ એલોપેસિયા
એલોપેસિયામાં પણ સ્કારિંગ એલોપેસિયા દુર્લભ સ્થિતિ ગણાય છે. એલોપેસિયા જે અલગ અલગ પ્રકારો છે તેમાંથી મોટાભાગની સમસ્યામાં વાળ ખરે પછી દવા કે સારવાર પછી વાળ ઉગી જાય છે. પરંતુ સ્કારિંગ એલોપેસિયામાં જ જગ્યાએથી વાળના ફોલીકલ્સનો નાશ થાય ત્યાં ડાઘ પડી જાય છે અને તે જગ્યાએ વાળ ક્યારેય આવતા નથી. જો સ્કારિંગ એલોપેસિયાનું નિદાન શરુઆતના સમયમાં થઈ જાય તો દવાઓ દ્વારા તેને ફેલાતું રોકી શકાય છે. જો કે જે વાળ ખરી ગયા હોય ત્યાં વાળ આવતા નથી. બસ તેને વધારે ફેલાતું રોકી શકાય છે.
સ્કારિંગ એલોપેસિયાના લક્ષણો
ઉંદરી રોગના આ ગંભીર પ્રકારમાં શરુઆતમાં માથાની સ્કિનમાં ખંજવાળ આવે છે, પછી બળતરા થાય છે. ધીરે ધીરે સ્કિન લાલ થવા લાગે છે. ત્યારબાદ તે જગ્યાએથી ગુચ્છામાં વાળ ખરી જાય છે અને ત્યાં ડાઘ બની જાય છે.

સ્કારિંગ એલોપેસિયા થવાના કારણો
હેલ્થ એક્સપર્ટ અનુસાર સ્કારિંગ એલોપેસિયા એક ઓટોઈમ્યૂન બીમારી છે. આ સમસ્યા થવાના મુખ્ય કારણોમાં સ્કેલ્પમાં ગંભીર સંક્રમણ, આનુવાંશિક કારણ, વાળને ટાઈટ બાંધવા, હોર્મોનલ અસંતુલન, માથાની સ્કિનમાં ફંગલ ઈન્ફેકશન, વધારે પડતો સ્ટ્રેસ કે કેમિકલ રિએકશનો સમાવેશ થાય છે.
ઉંદરીનો ઈલાજ
ઉંદરીનું નિદાન થયા પછી તેને ફેલાતી રોકવા માટે દર્દીને દવાઓ આપવામાં આવે છે. આ સિવાય દર્દીને સ્ટેરોઈડના ઈંજેકશન પણ અપાતા હોય છે. ગંભીર મામલામાં દર્દીની લેસર ટ્રીટમેન્ટ કે હેર ટ્રાંસપ્લાંટ દ્વારા સારવાર કરાવવી પડે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
