તમે પણ સાંભળ્યું હશે કે સવારે લસણ ખાવાથી શરીરને ફાયદો થાય છે પરંતુ શું તમે જાણો છો કે જો આ લસણને તમે મધની સાથે ખાશો તો તેનાથી બમણો ફાયદો થશે? જો તમે આજ સુધી લસણ અને મધ ખાવાના ફાયદા વિશે નથી જાણ્યું તો ચાલો તમને તેના ફાયદા વિશે.

આપણા ઘરના રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઔષધી સમાન છે. રસોઈમાં એવા અનેક મસાલા પણ છે જે ઘણી બધી બીમારીઓને મટાડવાનું કામ કરે છે. આવી જ એક વસ્તુ છે લસણ.. તમે પણ સાંભળ્યું હશે કે સવારે લસણ ખાવાથી શરીરને ફાયદો થાય છે પરંતુ શું તમે જાણો છો કે જો આ લસણને તમે મધની સાથે ખાશો તો તેનાથી બમણો ફાયદો થશે? જો તમે આજ સુધી લસણ અને મધ ખાવાના ફાયદા વિશે નથી જાણ્યું તો ચાલો તમને તેના ફાયદા વિશે.

લસણમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, ફેટ અને એન્ટિઓક્સિડન્ટ સહિત અનેક પોષક તત્વો હોય છે. મધમાં પણ એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. જો આ બંને વસ્તુઓને એક સાથે ખાવામાં આવે તો તેનાથી તેના ફાયદા પણ વધી જાય છે. 

લસણ અને મધ ખાવાથી થતા ફાયદા

– મધ અને લસણમાં ભરપૂર માત્રામાં એન્ટી બેક્ટિરિયલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે શરદી અને ઉધરસ એવી વાયરલ બીમારીઓથી બચાવમાં મદદ કરે છે. 

– શિયાળામાં ઘણી વખત ગળામાં દુખાવો થવા લાગે છે આ સ્થિતિમાં લસણ અને મધનું સેવન કરવાથી ગળાનું દુખાવો કુદરતી રીતે મટી જશે. મધવાળું લસણ ખાવાથી ગળામાં થયેલું ઇન્ફેક્શન પણ મટે છે.

 જો તમે વધારે વજનથી પરેશાન છો તો રોજ સવારે મધવાળું લસણ ખાવાનું શરૂ કરો. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થશે અને શરીરનું વજન ઝડપથી ઘટવા લાગશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us