
ઔષધીય ગુણોથી ભરપુર પનીરના ફૂલ ડાયાબિટીસમાં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. ડાયાબિટીસમાં તો આ વસ્તુ અમૃત સમાન અસર કરે છે. આજે તમને પનીરના ફૂલથી થતા લાભ વિશે જણાવીએ.
પનીરનું ફૂલ એક ખાસ પ્રકારના છોડમાં થાય છે. પનીરના ફૂલ તેની ઔષધીય ખુબીઓના કારણે પ્રખ્યાત છે. પનીરના ફૂલને લોકો અલગ અલગ નામથી પણ ઓળખે છે. પનીરના ફૂલને પનીર ડોડી, પનીર ડોડા અને પનીર બેડ પણ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં તેને ઋષ્યગંધા કહેવામાં આવે છે. આ ફૂલમાં અનેક ગુણ હોય છે. શરીરની અનેક બીમારીમાં આ ફૂલ ઔષધી સમાન અસર કરે છે. પરંતુ સૌથી વધારે ફાયદો ડાયાબિટીસમાં થાય છે.
પનીરના ફૂલનો ઉપયોગ
પનીરના ફૂલનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી બધી બીમારીઓથી બચાવમાં અને તેની સારવારમાં કરવામાં આવે છે. પનીરના ફૂલને આયુર્વેદમાં દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. તેનો સ્વાદ મીઠો હોય છે અને તે મૂત્રવર્ધક ગુણ ધરાવે છે. પનીરના ફૂલ બ્લડ સુગરને કંટ્રોલ કરે છે સાથે જ અસ્થમા ઊંઘની સમસ્યા અને એન્ઝાઈટી જેવી તકલીફમાં પણ મદદગાર છે.

ડાયાબિટીસમાં પનીરના ફૂલના ફાયદા
ડાયાબિટીસમાં દર્દીનું બ્લડ સુગર લેવલ ઝડપથી વધી જતું હોય છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે પેનક્રિયાસ યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન બનાવે નહીં. જેના કારણે આપણે જે પણ ભોજન ખાઈએ છીએ તેમાંથી સુગર અલગ થઈને રક્તમાં ભળી જાય છે. તેના કારણે બ્લડ શુગર લેવલ વધી જાય છે. ડાયાબિટીસને જળમૂળથી મટાડી શકાતું નથી પરંતુ પનીરના ફૂલનો ઉપયોગ દવાની જેમ કરવાથી ફાયદો જરૂરથી થઈ શકે છે.
પનીરના ફૂલનો ઉપયોગ
ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહાર પર ખાસ ધ્યાન દેવું પડે છે. તેવામાં પનીરના ફૂલ ડાયાબિટીસના દર્દી માટે વરદાન સાબિત થઈ શકે છે. પનીરના ફૂલનું સેવન સવારે ખાલી પેટ કરવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. પનીરના ફૂલને મોટાભાગે પાણીમાં પલાળીને તેનું સેવન કરવામાં આવે છે. તેનાથી બ્લડ શુગર લેવલની કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જોકે આ વસ્તુનો ઉપયોગ શરૂ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
