વેરિકોઝ વેન પીડાદાયક સમસ્યા છે. સામાન્ય રીતે પગમાં આ સમસ્યા જોવા મળે છે. પગની નસો ફુલી જાય છે અને સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે. વેરિકોઝ વેનની તકલીફથી ઘરબેઠા મુક્તિ મેળવવી હોય તો તેના માટે આ 3 ઘરેલુ ઉપાય અસરકારક સાબિત થઈ શકે છે.
વેરિકોઝ વેન પગમાં દેખાતી અસામાન્ય નસો હોય છે જ્યારે આપણી નસો ફુલીને મોટી થઈ જાય છે ત્યારે તે ત્વચામાંથી સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે. વેરિકોઝ વેન શરીરના કોઈપણ અંગમાં થઈ શકે છે પણ મોટાભાગે આ તકલીફ પગની નસોમાં વધારે જોવા મળે છે. પગમાં બ્લુ, લીલી અને રીંગણી રંગની નસો દેખાવા લાગે છે. જ્યારે તેમાં લોહી આવી જાય ત્યારે તેનો દુખાવો પણ વધી જાય છે.
વેરિકોઝ વેન થવાના કારણો

જ્યારે નસો બરાબર કામ ન કરી શકે ત્યારે આ સમસ્યા થાય છે. આપણી નસોમાં વાલ્વ હોય છે જે લોહીને હૃદય સુધી વહેતું રાખવામાં મદદ કરે છે. જ્યારે તેમાં ખરાબ આવે છે ત્યારે લોહી હૃદય સુધી જતું નથી અને નસોમાં જ જામી જાય છે. જેના કારણે નસો ફુલવા લાગે છે. જેને વેરિકોઝ વેન કહે છે. આ સમસ્યા એવા લોકોને વધારે જોવા મળે છે જેઓ લાંબા સમય સુધી ઊભા રહેતા હોય, વજન વધારે હોય. આ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન પણ વેરિકોઝ વેનની સમસ્યા થઈ શકે છે.
વેરિકોઝ વેનનો ઘરેલુ ઈલાજ
એક્સપર્ટ અનુસાર વેરિકોઝ વેનના અસરકારક ઘરેલુ ઈલાજ ઠંડુ પાણી છે. પગમાં વેરિકોઝ વેનની સમસ્યા હોય તો રોજ 10 થી 15 મિનિટ ઠંડા પાણીમાં પગ પલાળો. તેનાથી દુખાવો દુર થઈશે અને નસોમાં આવેલો સોજો ઓછો થશે. તમે કોલ્ડ બાથ પણ લઈ શકો છો. પરંતુ આ કામ એક્સપર્ટની હાજરીમાં જ કરવું.
આહારમાં વધારો ફ્લેવોનોઈડ્સ
એક્સપર્ટ અનુસાર ફ્લેવોનોઈડ્સમાં એવા યૌગિક હોય છે જે વેરિકોઝ વેનના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. તેના માટે આહારમાં બ્લૂબેરી અને લાલ ડુંગળીનો સમાવેશ કરો. આ વસ્તુઓમાં ફ્લેવોનોઈડ્સ ભરપુર માત્રામાં હોય છે. આ સપ્લીમેન્ટ સોજો ઓછો કરવામાં, પગનું ભારેપણું દુર કરવામાં અને રાત્રે થતા પગના દુખાવાથી રાહત આપવાનું કામ કરે છે.

વોક કરો
એક્સપર્ટ અનુસાર પગની નસોને સ્વસ્થ રાખવા માટે નિયમિત વોક કરવી જરૂરી છે. સવારે અને સાંજે 30 મિનિટ વોક કરવાથી પગની નસો સ્વસ્થ રહે છે. જો તમારી જીવનશૈલી બેઠાળુ છે તો નિયમિત વોક કરવાનું તુરંત શરુ કરવું તેનાથી વેરિકોઝ વેનની સમસ્યામાં પણ રાહત થશે.

https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
