July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

ઘાટકોપરના ગુજરાતી વેપારી બોગસ લિન્કમાં ગુમાવ્યા ૮.૫૦ લાખ

ઘાટકોપરના ગુજરાતી વેપારી સાથે લાઇટ-બિલના નામે સાઇબર-છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘાટકોપર-ઈસ્ટમાં સિક્સ્ટી ફીટ રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને તળોજા ખાતે દુકાન ધરાવતા ૬૦ વર્ષના મહેશ કાણકિયા સાથે પાંચમી માર્ચે સાઈબર છેતરપિંડીની ઘટના બની હતી જેમાં તેમણે ૮,૫૦,૪૫૦ રૂપિયા ગુમાવ્યા હતા, મહેશભાઈએ પંતનગર પોલીસ-સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં અનુસાર બપોરે તેઓ ઘરે હતા ત્યારે બે વાગ્યે એક યુવાને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)થી મેસેજ કરતો હોવાનો દાવો કરીને કહ્યું હતું કે તેમની તળોજાની દુકાનનું બિલ અપડેટ થયું ન હોવાથી વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવશે. એની સાથે વધુ માહિતી માટે નંબર પણ આપવામાં આવ્યો હતો.

મહેશભાઈએ એના પર ફોન કરતાં સામેની વ્યક્તિએ બિલ અપડેટ કરવા માટે ગૂગલ ક્રોમ પર જઈને MSEDCLની લિન્ક માં ૧૦૦ રૂપિયા ભરવા કહ્યું હતું. એ ભરતાંની સાથે તેમને બીજું બેન્ક-અકાઉન્ટ અપડેટ કરવા માટે ફરી MSEDCL ની લિન્કમાં માહિતી ભરવા માટે કહેવામાં આવ્યું હતું. એ પણ ભરી દેતાં રાત્રે આઠ વાગ્યે તેમને તેમનાં બન્ને બેન્ક-અકાઉન્ટમાંથી પાંચ ટ્રાન્ઝેક્શનમાં સાઈબર ગઠિયાએ ૮,૫૦,૪૫૦ રૂપિયા કાઢી લીધા હોવાનો મેસેજ મળ્યો હતો. અંતે ૬ એપ્રિલે આ ઘટનાની ફરિયાદ પંતનગ૨ પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘ફરિયાદી પાસેથી MSEDCL જેવી દેખાતી બોગસ લિન્કમાં તેમના બૅન્ક-અકાઉન્ટની માહિતી ભરાવીને પૈસા ઉપાડવામાં આવ્યા હતા. આ કેસમાં જે અકાઉન્ટમાં આગળ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એની માહિતી કાઢવામાં આવી રહી છે.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us