
મુંબઈગરાં પર ઘન કચરો એકત્ર કરવાના બદલામાં ટેક્સ લાદવા બાબતે સાનુકૂળ કાનૂની અભિપ્રાય મળતાં મહાનગરપાલિકાનો માર્ગ મોકળો થયો છે. આથી મુંબઈવાસીઓએ હવે ગાર્બેજ કલેક્શન ટેક્સ ચૂકવવો પડશે તે નિશ્ચિત બન્યું છે.
મુંબઈમાં દરરોજ ૭૫૦૦ ટન કચરો પેદા થાય છે. તેના નિકાલમાં પાલિકાને વર્ષે ૩૧૪૧ કરોડ ખર્ચ થાય છે. આથી આ ખર્ચને પહોંચી વળવા ટેક્સ લાગુ કરવા મહાપાલિકાએ કાનૂની વિભાગનો અભિપ્રાય માગ્યો હતો. કાનૂની વિભાગે આ બાબતે સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. પાલિકાના બજેટમાં આ દરખાસ્તનો ઉલ્લેખ કરાયો હતો.

આ આ કરવેરા થકી વાષક ૬૮૭ કરોડ પાલિકાની તિજોરીમાં જમા થશે. હાલમાં પાલિકા દ્વારા આવકના સ્ત્રોત વધારવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. જે આ પ્રયાસના ભાગ રૃપે, કચરો સંગ્રહ કર વસૂલવામાં આવશે.
આ કર લાગુ કરવા માટે કાયદામાં કેટલાક ફેરફારો જરૃરી હતા. કાનૂન વિભાગે આ કર માટે ૨૦૧૬માં કેન્દ્ર સરાકરે સોલીડ વેસ્ટ હેન્ડલિંગ કાયદામાં કરેલા ફેરફારોનો હવાલો આપ્યો હોવાનું જાણવા મળે છે.
જોકે, હજુ નગરપાલિકા આ મુદ્દે શહેરીજનો પાસેથી વાંધા સૂચનો મેળવશે

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
