ઘાટકોપરમાં અનધિકૃત હોર્ડિંગ તૂટી પડવાના સ્થળે કાટમાળ નીચે વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે.  ગર્ડર નીચે દબાયેલા મૃતદેહો બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. બીજી તરફ બચાવ કામગીરી વખતે નાની આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક આગ કાબૂમાં લીધી હતી.

ઘાટકોપર (પૂર્વ)માં છેડા નગર, સેક્ટર-૩, રિક્રિએશન સેન્ટર પાસે સોમવારે સાંજે ૪.૩૦ વાગ્યે કમોસમી વરસાદ અને સુસવાટાભર્યા પવનને લીધે ૧૨૦  બાય ૧૨૦ ચો. ફૂટનું અનધિકૃત હોર્ડિંગ તૂટીને પેટ્રોલ પંપ પર પડયું હતું. હોર્ડિંગના કાટમાળ નીચે દબાઇ જતા ૧૪ના મોત થયા હતા.  જ્યારે ૭૫ને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પોલીસ,  ફાયર બ્રિગેડ, પાલિકા, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ સતત કાટમાળ ખસેડવાની કામગીરી કરી રહી છે.  હોસ્ગિ સ્ટીલના સ્ટ્રક્ચર અને ગર્ડરને ખસેડવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાટમાળ નીચે અનેક વાહનો દબાયેલા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નિખિલ મુધોલકરે બુધવારે જણાવ્યું હતું કે અમે ત્રીજા ગર્ડર નીચે બે મૃતદેહ જોયા છે. અમને મૃતદેહ સુધી પહોંચવામાં મુશ્કેલી થઇ રહી છે. અમે પ્રથમ ગર્ડરને કાપીને રાતે હટાવી દીધા છે. હવે અર્થ મૂવર અને સેક્સેવેટર્સની મદદથી કાટમાળ દૂર કરી રહ્યા છીએ. 

એનડીઆરએફના જવાનો હવે બીજા ગર્ડરને કાપી નાખશે. અહીં આવા પાંચ કરતા વધુ ગર્ડર છે. આ તમામ ગર્ડર હટાવ્યા પછી ખબર પડશે કે હજુ કેટલા લોકો ફસાયેલા છે.  આ દુર્ઘટનામાં વધુ જાનહાની સંભાવનાને નકારી શકાતી નથી. કાટમાળમાં કોઇ વ્યક્તિના જીવતા હોવાની શક્યતા ઓછી છે. પેટ્રોલ પંપને કારણે કટિંગ અને  ડ્રિલિંગના સાધનોનો ઉપયોગ કરવામાં અત્તો નથી હોર્ડિંગ સાથે ટકરાતા નીચે દબાયેલા વાહનોમાંથી ઇંધણ લીક થયું છે.

ઓપરેશન દરમિયાન ઘટનાસ્થળે નાની આગ ભભૂકી હતી. ફાયરબ્રિગેડે તેને તરત જ બુઝાવી દીધી હતી. આવી ફરી કોઇ અનિચ્છનિય ઘટના બની નહોતી, એમ એનડીઆરએફના અધિકારીએ જણાવ્યું હતું. 

ફરાર આરોપી ભાવેશને પકડવા પોલીસની સાત ટીમ બનાવવામાં આવી છે.

ઘાટકોપર દુર્ઘટના બાદ પોલીસ મુલુંડમાં ભીંડેના ઘરે ગઈ હતી. પણ તે ઘરે મળ્યો નહોતો. પોલીસે તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું. ત્યારે જાણવા મળ્યું હતું કે તેનું છેલ્લું લોકેશન લોનાવલા હતું. બાદમાં પોલીસની એક ટીમ લોનાવલા ગઈ હતી. પણ  પોલીસ તેને પકડવામાં નિષ્ફળ રહી હતી. તેનો ફોન સ્વીચ ઓફ હતો. પોલીસની જુદી જુદી  ટીમ મુંબઈ અને શહેરની બહાર તેની શોધખોળ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us