
માઘી ગણેશોત્સવની સાર્વજનિક મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ જળાશયમાં જ કરવાનો નિર્દેશ મુંબઈ મહાપાલિકાએ આપ્યો હોવાથી નિર્માણ થયેલી વિસર્જનની સમસ્યા હજી ઉકેલાઈ નથી. પશ્ચિમ ઉપનગરોમાં કાંદિવલી અને બોરીવલી પરિસરના ચાર મોટા મંડળોની ઉંચી મૂર્તિઓનું હજી વિસર્જન થયું નથી. કાંદિવલી પૂર્વના કાંદિવલીચા રાજા, બોરીવલી પૂર્વમાં કાર્ટર રોડના ગણપતિ, દહાણુકર વાડી ખાતેના કાંદિવલીચા શ્રી અને કાંદિવલી ચારકોપચા રાજા એમ ચાર મંડળોની મૂર્તિઓનું હજી વિસર્જન થયું નથી. આ મૂર્તિઓ વિવિધ ઠેકાણે ઢાંકીને રાખવામાં આવી છે.
આ મૂર્તિઓના વિસર્જન માટે હવે ગણેશોત્સવ સમન્વય સમિતિએ રાજ્ય સરકાર પાસે દાદ માગી છે.પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી ગણપતિ મૂર્તિ તૈયાર કરવી, વેચાણ કરવી અને વિસર્જન કરવાને કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળે સુધારેલા માર્ગદર્શક ધોરણ અનુસાર બંધી મૂકી છે. સુપ્રીમ કોર્ટે પણ આ માર્ગદર્શક ધોરણ યોગ્ય ઠરાવ્યા છે. તેથી માઘી ગણેશ જયંતિ ઉત્સવમાં પીઓપીમાંથી ઘડેલી ગણપતિ મૂર્તિનું ક્યાંય પણ વેચાણ થવા ન દેશો. વેચાઈ હોય તો એનું વિસર્જન થવા નહીં દેતા એવો આદેશ હાઈ કોર્ટે 30 જાન્યુઆરીના રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ મંડળ, રાજ્ય સરકાર અને મુંબઈ મહાપાલિકા સહિત અન્ય મહાપાલિકાઓને આપ્યો હતો.

ઉકેલ માટે ફડણવીસને પત્ર દરમિયાન આ પ્રશ્ને હવે ગણેશોત્સવ સમન્વય સમિતિ આગળ આવી છે. ભાદરવા મહિનામાં જવાતા ગણેશોત્સવનું પ્રતિનિધિત્વ કરનાર ગણેશોત્સવ સમન્વય સમિતિએ આ બાબતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્ર લખીને ઉકેલ કાઢવાની વિનંતી કરી છે. આ બાબતે સમન્વય સમિતિના અધ્યક્ષ એડવોકેટ નરેશ દહિબાવકરે મુખ્યમંત્રીને પત્ર લખીને આગામી ભાદરવા મહિનાના ઉત્સવનો વિચાર કરીને નિર્ણય લેવો અને વિસર્જનની સમસ્યાનો ઉકેલ કાઢવો એવી માગણી કરી છે. મહાપાલિકાએ આ વખતના માઘી ગણેશોત્સવ પહેલાં જ મંડળો પાસેથી ખાતરીપત્ર લીધો હતો. તેથી હવે મંડળોએ ધર્મના નામ પર વાત કરવી નહીં. પીઓપીની મૂર્તિઓનું કૃત્રિમ જળાશયમાં જ વિસર્જન કરવું અને કોર્ટના આદેશનું પાલન કરવું એમ શાડૂની માટીની મૂર્તિ માટે પ્રયત્ન કરનાર શ્રી ગણેશ મૂર્તિકલા સમિતિના વસંત રાજેએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
