ભાંડુપના રહેવાસી પાસેથી પાર્ટ ટાઈમ જોબના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરાઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સંદર્ભમાં, આઇટી એક્ટ હેઠળ અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૪૭ વર્ષીય સુરેશ કંડલગવાર ભાંડુપનો રહેવાસી છે અને તે ઓટોમોબાઈલ સેન્ટરમાં કામ કરે છે. થોડા દિવસો પહેલાં પીડિતની ઓળખ ઈશિતા સિંહ નામની મહિલા સાથે ટેલિગ્રામ પર થઈ હતી. ઈશિતાએ પીડિતને કહ્યું કે તે ટ્રિપ એડવાઈઝર કંપનીમાં કામ કરે છે અને પીડિત પાર્ટ ટાઈમ કામ કરીને પણ સારા પૈસા કમાઈ શકે છે. એટલું જ નહીં ઈશિતાએ પીડિતને હજાર રૂપિયાનું વાઉચર પણ મોકલ્યું હતું.
ઈશિતાના કહેવા પર પીડિતએ ઈશિતાના ખાતામાં સાત હપ્તામાં પૈસા જમા કરાવ્યા. તેમાંથી ૧-૨ હપ્તા ભર્યા બાદ તેને કેટલીક રકમ પરત પણ મળી હતી. જેના બાદ તેણે આગામી હપ્તા માટે તેની સંચિત મૂડીમાંથી કુલ રૂ.૪ લાખ ઉપાડી લીધા હતા અને ઇશિતાએ આપેલી લિંક પર સીધા જ જમા કરાવ્યા હતા. થોડા દિવસો બાદ ઈશિતાએ પીડિતના ખાતામાં ૭૨,૦૦૦ રૂપિયા જમા કરાવ્યા. જોકે, જ્યારે પીડિતે ઈશિતા સાથે બાકીના પૈસાની વાત કરી તો ઈશિતાએ પીડિતનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. જેથી એમને શંકા છે કે તેની સાથે છેતરપિંડી થઈ છે. પીડિતે સીધો ભાંડુપ પોલીસનો સંપર્ક કર્યો અને ઘટનાની જાણ કરી. ભાંડુપ પોલીસે અજાણી વ્યક્તિ સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટેલિગ્રામ પર આ પ્રકારની છેતરપિંડીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેના માટે મુંબઈ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ પ્રકારના કોઈપણ મેસેજ પર વિશ્વાસ કરે નહીં અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે ખૂબ કાળજી રાખે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ