
મુંબઇથી હોળી નિમિત્તે કોકણ અને ગુજરાત ભણી જતા પ્રવાસીઓના વધુ ધસારાને લીધે ખાનગી ટ્રાવેલ્સવાળાએ બસના ભાડામાં ૩૦થી ૫૦ ટકાનો વધારો કર્યો છે. ૮મીથી ૧૫મી માર્ચ દરમિયાન સાદી બસનું ભાડું ૭૦૦થી વધીને ૧૨૦૦ રૃપિયા અને એ.સી. લકઝરીનું ભાડું બે હજાર સુધી ચૂકવવા માટે લોકોએ તૈયારી રાખવી પડશે.
આ વખતે હોળી- ધૂળેટીનો તહેવાર ગુરુવાર- શુક્રવારના રોજ આવતો હોવાથી વીક-એન્ડની રજાનો મેળ સાધી કોકણ અને ગુજરાત તરફ જનારા પ્રવાસીઓની સંખ્યા દર વખત કરતા વધુ રહેશે એવો અંદાજ બાંધીને ખાનગી ટ્રાવેલ્સવાળા મોકાનો લાભ લઇ વધુ ભાડું વસૂલવા તૈયાર થઇ ગયા છે.
મહારાષ્ટ્ર એસટી તરફથી તેમ જ રેલવે તરફથી હોળી- ધૂળેટીના તહેવાર માટે વધારાની બસો અને સ્પેશ્યલ ટ્રેનોની જોગવાઇ કરી છે, પરંતુ એસ.ટી. પાસે બસની સંખ્યા મર્યાદિત હોવાથી લોકોએ પ્રાઇવેટ લકઝરી બસમાં ગયા વિના છુટકો જ નથી રહેતો.

ખાનગી ટ્રાવેલ્સવાળાને એસ.ટી. કરતાં દોઢ ગણું ભાડું વસૂલ કરવાની મંજૂરી અપાઇ છે, એટલે તેઓ વધુ બસોની જોગવાઇ કરીને વધુ ભાડું વસૂલ કરતા હોય છે. આમ મુંબઇથી સુરત જવા માટે એક હજાર અને મુંબઇથી અમદાવાદ માટે દોઢ હજાર ભાડું લેવામાં આવશે. રત્નાગિરી જવા માટે સાદી બસનું ૧૧૦૦ રૃપિયા અને વિજયદુર્ગ જવા માટે ૧૩૦૦ રૃપિયા ભાડું વસૂલ કરવામાં આવશે.
મુંબઇના બસ માલિક સંગઠનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોળી માટે કોકણ, ગુજરાત, રાજસ્થાન જવા માટે પ્રવાસીનો વધુ ધસારો રહે છે. એટલે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારની મંજૂરી અનુસાર તહેવારોમાં ભાડું વધારવામાં આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
