
કોસ્ટલ રોડ પરિસરમાં હેલિપેડ તૈયાર કરી શકાય કે નહીં એ બાબતે મુંબઈ મહાપાલિકા હવે ચકાસણી કરશે. રાજ્ય સરકારે મહાપાલિકાના વિવિધ પ્રકલ્પોનો કયાસ કાઢ્યો ત્યારે હેલિપેડ બાબતની સૂચના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાપાલિકા પ્રશાસનને કરી હતી. એ અનુસાર આ બાબતની વ્યવહારિકતા તપાસવા મહાપાલિકા પ્રશાસન હવે સલાહકારની નિમણુક કરશે. તેમ જ વરલી જેટ્ટી ખાતે જળપરિવહન અથવા હવાઈ પરિવહન માટે મલ્ટિમોડેલ ટ્રાન્સપોર્ટ ઊભું કરી શકાય કે નહીં એની ચકાસણી પણ કરવામાં આવશે.

મુંબઈ મહાપાલિકાના ચાલી રહેલા લગભગ 1 લાખ 41 હજાર કરોડ રૂપિયાના તેમ જ પ્રસ્તાવિત લગભગ 25 હજાર કરોડ રૂપિયાના વિવિધ પાયાભૂત અને અન્ય સુવિધા પ્રકલ્પોનો કયાસ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનભવનમાં લીધો હતો. એ સમયે કોસ્ટલ રોડ પરિસરમાં હેલિપેડ ઊભું કરવાની સૂચના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાપાલિકા અધિકારીઓને કરી હતી. એ અનુસાર હેલિપેડ ઊભું કરવાની વ્યવહારિકતા તપાસવા મહાપાલિકા પ્રશાસન હવે સલાહકાર નિમશે. જો કે હેલિપેડ ઉપરાંત જળપરિવહન માટે સ્ટોપેજ આપી શકાય કે નહીં એનો વિચાર પણ મહાપાલિકા પ્રશાસન કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
