July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

મનોરંજન – 14 વર્ષ પછી ‘હીરામંડી’માં વલી મોહમમ્દ બનીને ફરદીન ખાન મચાવશે ધૂમ, ભાવુક થઇને એક્ટરે કહ્યું કે..

 સંજલ લીલા ભણસાલીની પહેલી વેબ સિરીઝ હીરામંડીનું ટ્રેલર આ દિવસોમાં ધૂમ મચાવે છે. આમ, 14 વર્ષ પછી ફરદીન ખાન હીરામંડીથી કમબેક કરી રહ્યો છે. ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ફરદીન ખાન ભાવુક થઇ ગયો.

 સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી ‘હીરામંડી’ વેબ સિરીઝ લાંબા સમયથી ચર્ચામાં છે. ભણસાલી વેબ સિરીઝ ‘હીરામંડી’થી OTT ની દુનિયામાં ડેબ્યુ કરી રહ્યા છે. આ દિવસોમાં સંજય લીલા ભણસાલીની પહેલી સિરીઝ ‘હીરામંડી’ને લઇને સોશિયલ મિડીયામાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલર રિલીઝ પછી ફેન્સનો જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

‘હીરામંડી’ના સ્ટારકાસ્ટ પણ લોકોનું દિલ જીતી રહ્યા છે. આમ વાત કરવામાં આવે તો 14 વર્ષ પછી ફરદીન ખાન ફિલ્મી દુનિયામાં કમબેક કરી રહ્યો છે. ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન ફરદીન ખાને કમબેકની લઇને વાત શેર કરી હતી. આ દરમિયાન ફરદીન ખાન ભાવુક થયેલો જોવા મળ્યો. આ ફિલ્મમાં પોતાના રોલને લઇને સંજય લીલા ભણસાલીનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

ફરદીન ખાન ભાવુક થયો

ફરદીન ખાને ટ્રેલર લોન્ચ દરમિયાન કહ્યું કે, આ મારા માટે બહુ લાંબો ગેપ રહ્યો છે, લગભગ 14 વર્ષ થઇ ગયા છે. સંજય લીલા ભણસાલી અને નેટફ્લિકસનો આભારી છું જેમને મને આ મોકો આપ્યો. આ પળ મને બહુ ઇમોશનલ કરી રહી છે. ફરદીન આગળ જણાવે છે કે સંજયજીના પાત્રો બહુ મુશ્કેલીભર્યા અને ગંભીરતાથી ભરેલા હોય છે. આને સમજવું સરળ નથી. એમની સાથે કામ કરવુ એક ચેલેન્જ જેવુ હોય છે. આ દરમિયાન ફરદીન ખાન વચ્ચે-વચ્ચે ભાવુક થતા જોવા મળ્યા. આમ તમને જણાવી દઇકે ભણસાલીની હીરામંડીમાં ફરદીન વલી મોહમ્મદની ભૂમિકા નિભાવી રહ્યા છે.

છેલ્લે આ ફિલ્મમાં જોવા મળ્યા ફરદીન ખાન

આમ, તમને જણાવી દઇએ કે ફરદીન ખાન છેલ્લે 2010માં દુલ્હા મિલ ગયા ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ કંઇ ખાસ કમાલ કરી શકી નહીં. ત્યારબાદ ફરદીન ખાન ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગયા અને હવે હીરામંડીથી કમબેક કરશે.

જાણો કેવી છે વેબ સિરીઝ કહાની

‘હીરામંડી’ની કહાનીની વાત કરવામાં આવે તો આ બે કોઠોની સંચાલક વૈશ્યાઓ વચ્ચેની કહાની છે. મલ્લિકાઝાન મનીષા કોઇરાલા અને ફરીદન (સોનાક્ષી સિન્હા) વચ્ચેની દુશ્મનીની હદ કમ્પીટિશન રહે છે. આમાં એક એવી દુનિયા દેખાડવામાં આવશે જ્યાં વૈશ્યાઓ રાણીઓના રૂપમાં રાજ કરે છે. આ ટક્કરની વચ્ચે કહાની મલ્લિકાઝાની સૌથી નાની દીકરી બેટી આલમની આસપાસ ફરે છે જે ભવિષ્યમાં સત્તા સંભાળવા માટેની છેલ્લે આશા બની જાય છે. પરંતુ કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે આલમ આ સત્તાથી વધારે કોઇને પ્રેમ કરવા લાગે છે અને આ સત્તા અને પ્રેમમાંથી કોઇ એકની પસંદગી કરવાની હોય છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us