2006ના લખનભૈયા નકલી એન્કાઉન્ટર કેસમાં મુંબઈ હાઈ કોર્ટે ગઈકાલે મંગળવારે ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને જન્મટીપની સજા સંભળાવી હતી. આ સાથે 12 પોલીસ કર્મચારીઓ સહિત અન્ય 13 જણને આપવામાં આવેલી જન્મટીપની સજા યથાવત રાખી હતી. લખનભૈયા કુખ્યાત ગેંગસ્ટર છોટા રાજનનો ભૂતપૂર્વ સાગરીત હતો એવું કહેવાય છે.

મુંબઈમાં નકલી એન્કાઉન્ટરમાં પોલીસ અધિકારીઓને જન્મટીપ મળી હોય તેવી આ પ્રથમ ઘટના છે.હાઈ કોર્ટે મંગળવારે 13 દોષીઓની જન્મટીપ યથાવત રાખી હતી અને 6 જણને નિર્દોષ જાહેર કર્યા હતા. એક આરોપી અને એક પોલીસ સામેનો ગુનો રદ કરવામાં આવ્યો હતો, કારણ કે તેઓ દોષી ઠેરવ્યા પછી મૃત્યુ પામ્યા હતા. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને ગૌરી ગોડસેએ 8 નવેમ્બર, 2023ના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ નિર્દોષ જાહેર કરાયેલા પ્રદીપ શર્માને ત્રણ અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું.

પોલીસ ટુકડીની રચના, ખોટી રીતે કેદ, ફોજદારી અપહરણ અને નકલી એન્કાઉન્ટરથી માંડીને કાર્યવાહીની આગેવાની હેઠળના તમામ સંજોગો સાબિત થયા છે.આ કેસમાં ફરિયાદ પક્ષના 110 સાક્ષીદારો અને બચાવ પક્ષના બે સાક્ષીદારોની તપાસ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે બેલિસ્ટિક રિપોર્ટને નકારી કાઢ્યો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, લખનભૈયાના માથામાંથી મળેલી ગોળી શર્માની બંદૂકમાંથી ફાયર કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષને મોટો ફટકો પડ્યો હતો, કારણ કે, એકમાત્ર સાક્ષી અનિલ ભેદા જે વ્યક્તિનું પીડિત સાથે અપહરણ કરવામાં આવ્યું હતું તે 2011માં કોર્ટમાં હાજર કરવાના દિવસો પહેલાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. જોકે બે મહિના પછી તેની લાશ મળી આવી હતી.

તત્કાલીન કમિશનરને ટેલિગ્રામ્સલખનભૈયાના ભાઈ રામપ્રસાદ ગુપ્તાએ કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એન્કાઉન્ટર પહેલાં તેના ભાઈના અપહરણની જાણ તેણે તત્કાલીન પોલીસ કમિશનર એ એન રોયને મોકલેલા ટેલિગ્રામ્સ હાઈ કોર્ટમાં રજૂ કર્યા હતા, જે પરથી 2009માં કેસની ફરીથી તપાસ કરવા તત્કાલીન ડીસીપી કે એમ પ્રસન્નાની આગેવાની હેઠળની એસઆઈટીને આદેશ આપવામાં આવ્યો હતો. ગુપ્તાએ ટ્રાયલ કોર્ટ તેમ જ હાઈ કોર્ટ સમક્ષ કાર્યવાહીમાં મદદ કરી હતી. તેણે શર્માની નિર્દોષ મુક્તિ સામે અપીલ દાખલ કરી હતી અને એન્કાઉન્ટર ટીમમાં સામેલ 12 પોલીસ અધિકારીઓને મૃત્યુદંડની માગણી કરતી અપીલ કરી હતી. તેણે વિશેષ સરકારી વકીલ રાજીવ ચવ્હાણ સાથે આ મામલે દલીલ કરી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

અનિલ ભેદા પર અવલોકન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us