અદાણી ઇલેક્ટ્રિસિટીએ નાણાકીય વર્ષ 2025-2026 દરમિયાન વીજ ચોરીના ગુનેગારો સામે 486 ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (એફઆઈઆર) નોંધાવી હતી. આ નિર્ણાયક કાર્યવાહીના પરિણામે એકત્રિત ટેક્નિકલ અને કમર્શિયલ (એટીએન્ડસી) નુકસાનમાં 0.24%નો પ્રશંસનીય ઘટાડો થયો છે
જે પાછલા વર્ષના 4.7%થી ઘટીને 4.46% થયો છે. આ સિદ્ધિ અદાણી ઇલેક્ટ્રિસિટીને ખાસ કરીને તેના વ્યાપક નેટવર્ક અને વૈવિધ્યસભર ગ્રાહક આધારને ધ્યાનમાં લેતા દેશભરમાં સૌથી ઓછા એટીએન્ડસી નુકસાન સાથે ડિસ્કોમ્સમાં સ્થાન આપે છે.
2025-26 દરમિયાન અદાણી ઇલેક્ટ્રિસિટીએ 36720 સામૂહિક દરોડા પાડ્યા હતા. આ સઘન તકેદારી ઓડ-ટાઇમ દરોડામાં (વહેલી સવાર, મોડી સાંજ અને રજાના દિવસો સહિત) 40%નો વધારો પણ દર્શાવે છે.

વધુમાં વીજ ચોરીના 5897 કેસ નોંધાયા હતા. દરોડા દરમિયાન 79.25 ટન ગેરકાયદે વાયર જપ્ત કરવામાં આવ્યાં. કુલ 19.82 મિલિયન યુનિટની ચોરી, જેનું મૂલ્યાંકન કરતાં રૂ. 43.39 કરોડ જેટલું થાય છે.વીજળી ચોરી કરવી એ બિન-જામીનપાત્ર ગુનો છે. વીજળી અધિનિયમ 2003ની કલમ 135 હેઠળ ગુનેગારને દોષી સાબિત થવા પર દંડ, ત્રણ વર્ષ સુધીની જેલ અથવા બંને સજા થઈ શકે છે.
અદાણી ઇલેક્ટ્રિસિટી નિયમિત સામૂહિક દરોડા પાડવા, ગુનેગારોને પકડવા અને વીજળી ચોરી માટે ઉપયોગમાં લેવાતાં સાધનો જપ્ત કરવા માટે પોલીસ અધિકારીઓ સાથે સક્રિયપણે સહયોગ કરે છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 79.25 ટન અનધિકૃત વાયર અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.
“વીજ ચોરી અન્યાયી રીતે પ્રામાણિક, સમયસર ચુકવણી કરનારા ગ્રાહકો પર બોજ નાખે છે,” એમ નાણાકીય વર્ષ 2025-26ના વીજ ચોરીના ડેટા અંગે અદાણી ઇલેક્ટ્રિસિટીના પ્રવક્તાએ જણાવ્યું. “અદાણી ઇલેક્ટ્રિસિટી વીજ ચોરીના ભયને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરીને અમે અમારા ગ્રાહકોના હિતોનું રક્ષણ કરીએ છીએ. અમે આ વર્ષે એટીએન્ડસી નુકસાનને વધુ ઘટાડવા માટે ચોક્કસ ક્ષેત્રોમાં અમારા પ્રયાસોને વધુ તીવ્ર બનાવીશું.”

ઝૂંપડપટ્ટીના ક્લસ્ટર જેવા ઉચ્ચ- માગણીવાળા જગ્યાની મર્યાદાને કારણે નવા નેટવર્કનો વિકાસ પડકારજનક છે એવા વિસ્તારોમાં વીજળી ચોરી હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે ભાર મૂકે છે. આ તાણ વધુ વારંવાર કેબલ અને ટ્રાન્સફોર્મર નિષ્ફળતાને કારણે જાળવણી ખર્ચમાં વધારો કરે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455

