સવારે પલાળેલી મેથી ખાવી ફક્ત ડાયાબિટીસ માટે જ ફાયદાકારક છે એવું નથી. મેથી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવાથી લઈને વજન ઘટવા સુધીના ફાયદા શરીરને થઈ શકે છે. આ ફાયદા કયા છે અને મેથી ખાવાની સાચી રીત શું છે ચાલો આજે જાણીએ.
આપણા ઘરના રસોડામાં રહેલા કેટલાક મસાલાને આયુર્વેદમાં ઔષધી ગણવામાં આવે છે. આવા મસાલામાંથી એક છે મેથી. સુકી મેથી જે સ્વાદમાં કડવી હોય છે તેને ખાવાનું મોટાભાગના લોકો ટાળે છે પણ આ મેથી તમારા શરીરની ગંભીર સમસ્યાઓને દુર કરવામાં મદદ કરી શકે છે. મેથીને પાણીમાં પલાળ્યા પછી જો તમે સવારે ખાલી પેટ ખાવાનું રાખો છો તો મેથીના ગુણ શરીરને નિરોગી બનાવી શકે છે. તો ચાલો સૌથી પહેલા જાણીએ મેથી ખાવી કઈ રીતે ?

સુકી મેથીથી થતા લાભ મેળવવા માટે જરૂરી છે કે તેને સાચી રીતે ખાવામાં આવે. મેથી ખાવાની શરુઆત કરવી હોય તો ઓછી માત્રામાં મેથી લેવી, શરુઆતમાં અડધી ચમચી મેથી પાણીમાં પાત્રે પલાળવી. સવારે પલાળેલી મેથીને ધીરેધીરે ચાવીને ખાવી અને પછી તેનું પાણી પણ પી જવું. ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે મેથીનું પાણી પીવું કે નહીં. પણ મેથીનું પાણી પણ પી જવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ અનુસાર મેથી ખાવાનું શરુ કરો પછી દર 7 દિવસે થોડા દિવસનો બ્રેક પણ રાખવો. ત્યારપછી ફરીથી મેથી ખાવાનું શરુ કરવું.
ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલ કરશે
સૌથી પહેલા તો પલાળેલી મેથી ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરશે. મેથી ફાઈબરથી ભરપુર હોય છે. જે શરીરમાં કાર્બ્સ અને શુગરને શોષવાની પ્રક્રિયાને સ્લો કરવામાં મદદ કરે છે. પલાળેલી મેથી ખાવાથી અચાનક થતા શુગર સ્પાઈકને કંટ્રોલ કરી શકાય છે.
ટ્રાઈગ્લિસરાઈડ્સ લેવલ ઓછું કરવામાં મદદ કરશે
પલાળેલી મેથી ચાવીને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ મદદ મળે છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે નસોમાં બ્લોકેજ થવા લાગે છે. પલાળેલી મેથી ચાવીને ખાવાથી હાર્ટની બીમારીઓનું જોખમ ઘટે છે. સાથે જ હાર્ટ એટેક આવવાનું રિસ્ક પણ ઓછું થાય છે. કારણ કે મેથી બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સ લેવલ ઓછું કરવામાં મદદ કરે છે.

સ્કિન અને વાળ માટે વરદાન
પલાળેલી મેથી તમારી સ્કિન અને વાળ માટે વરદાન સાબિત થઈ શકે છે. વાળમાં મેથી લગાડવાથી વાળ રેશમી થઈ જાય છે તો તમે જો મેથી ખાશો તો તેનાથી કેટલા ફાયદા થશે વિચાર કરો. મેથી એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. તેમાં રહેલા વિટામિન્સ ચહેરાના ખીલ દુર કરે છે અને સ્કિન પર નેચરલ ગ્લો વધારે છે. મેથીથી ડેંડ્રફની સમસ્યા પણ રાહત મળી શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું… https://chat.whatsapp.com/GWJ3CqbR92e0qpODgUJ6gg
For more details… Contact 9322529232 / 9324483455

