પુરાણો સનાતન ધર્મના અભિન્ન અંગ છે. ગરુડપુરાણ વિશે આપ જાણતા જ હશો. ગરુડ પુરાણમાં સંજીવની વિદ્યા અને સંજીવની મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ મંત્રનો ઉપયોગ કરવામાં આવે, તો મરણ પથારી ઉપર તડપતા વ્યક્તિને પણ નવજીવન મળી શકે છે.

ગરુડ પુરાણમાં જીવન અને મરણ વિશે વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. આ પુરાણમાં સંજીવની મંત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો મૃત વ્યક્તિ પણ જીવિત રહી શકે છે, તેવું પણ જણાવવામાં આવ્યું છે. જ્યોતિષના જણાવ્યા અનુસાર, જીવન અને મૃત્યુ બધું જ ભગવાન દ્વારા પૂર્વનિર્ધારિત હોય છે. ગરુડ પુરાણના ગ્રંથથી આપણે મૃત્યુ અને જીવનને આપણે સૌ સારી રીતે પરિચિત થઈ શકીએ છીએ. આમાં જીવન-મરણ, પાપ-પુણ્ય અને આત્માના પુનર્જન્મને લગતી બાબતો તેમજ નીતિ, નિયમો, જ્ઞાન, વિજ્ઞાન અને ધર્મને લગતી બાબતો વિગતવાર સમજાવવામાં આવી છે.

શુક્રચાર્ય હતા સંજીવની વિદ્યાના જાણકાર

આ મુજબ ગરુડ પુરાણમાં સંજીવની વિદ્યા વિશે પણ જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં આ જ્ઞાન દ્વારા મૃત વ્યક્તિને ફરી જીવિત કરવાની વાત કહેવામાં આવી છે. એવું પણ કહેવામાં આવે છે કે ગુરુ શુક્રાચાર્યને આ જ્ઞાન હતું. આ જ્ઞાનથી તેમણે અનેક મૃત દાનવોને પણ નવજીવન આપ્યું. આ મંત્રથી શુક્રાચાર્ય યુદ્ધમાં ઘાયલ સૈનિકોનો ઈલાજ પણ કરતા હતા.

સંજીવની વિદ્યા મંત્રનો ઉપયોગ

પુરાણમાં આ સંજીવની વિદ્યા સાથે જોડાયેલા મંત્ર વિશે કહેવામાં આવ્યું છે. આ મંત્ર એટલો શક્તિશાળી છે કે તે મૃત વ્યક્તિને પુનર્જીવિત કરી શકે છે. કળિયુગમાં આ મંત્રનો ઉપયોગ જે વ્યક્તિનું મૃત્યુ નજીક આવી ગયું હોય, તેના પર કરી શકાય છે, પરંતુ આ મંત્ર કોઈ જ્યોતિષી અને પંડિત જ કરે તે યોગ્ય રહેશે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, આ મંત્ર સિદ્ધિ બાદ દશાંશ હવન અને બ્રાહ્મણને ભોજન કરાવવું પણ જરૂરી છે.

મૃત્યુથી બચવા માટે કરો આ મંત્રનો કરી શકો છો ઉપયોગ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન શિવ એકમાત્ર એવા ભગવાન છે કે, જે વ્યક્તિને મૃત્યુના મુખમાંથી કાઢી શકે છે. આ કળિયુગમાં ભગવાન શિવનો ‘મહામૃત્યુંજય મંત્ર’ પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ મૃત્યુની નજીક છે અને તમામ મેડિકલ પદ્ધતિઓથી પણ તેને રાહત મળતી નથી, તો તે વ્યક્તિને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આ શક્તિશાળી મંત્ર વ્યક્તિના મૃત્યુને ટાળી શકે છે. આ મંત્રને બ્રાહ્મણ કે જ્યોતિષી દ્વારા નિયમ મુજબ કરાવો. એવું પણ કહેવામાં આવે છે કે, ઋષિ માર્કંડેય મહામૃત્યુંજય મંત્રથી તેમનું મૃત્યુ ટાળતા હતા. આ મંત્રને મૃત સંજીવની મંત્ર પણ કહેવામાં આવે છે.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌।

उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्।।

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us