
મુંબઈ શહેરના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સિદ્ધિ વિનાયક મંદિરે એક પર્યાવરણપૂરક પગલું લીધું છે. ભાવકોને પ્લાસ્ટિકના પાઉચમાં પ્રસાદ આપવાનું બંધ કરવામાં આવશે. તેને બદલે મંદિર ટ્રસ્ટે કપડાંની થેલી અથવા વિઘટનશીલ સામગ્રીમાંથી બનેલા ઈકો ફ્રેન્ડલી પેકેટનો ઉપયોગ કરવાનોે નિર્ણય લીધો છે.
સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટના આ નિર્ણયનું મહત્ત્વ એટલે વધુ ગણાશે કારણ કે અહીં રોજ ૫૦ હજારથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. મંગળવારે કે અન્ય કોઈ વિશેષ દિવસે આ સંખ્યા લાખોમાં પહોંચી જાય છે. આટલી મોટી સંખ્યામાં પ્રસાદ વિતરણ થવાથી મંદિરમાં પરિસરમાંથી રોજ નોંધપાત્ર પ્લાસ્ટિકનો કચરો એકઠો થાય છે. જેને ઘટાડવા માટે પર્યાવરણપૂરક પગલું લેવાયું છે.

મંદિર ટ્રસ્ટે ભાવિકોને પણ અપીલ કરી છે કે મંદિર પરિસરમાં પ્લાસ્ટિકની થેલીઓ ન લાવીને આ નિર્ણયનું સમર્થન કરે. ટ્રસ્ટના ચેરમેન પવન ત્રિપાઠી મુજબ આ ફકત એક નિર્ણયથી પણ પર્યાવરણને બચાવવા તરફની મોટી પહેલ છે. જેમાં ભક્તોના સહકારની અમને આવશ્યકતા છે. ટ્રસ્ટનો આ સંદેશ સિદ્ધિ વિનાયકના દર્શનાર્થે લાવનાર દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે મંદિર પરિસરમાં દેખીતા સ્પોટ પર જાગરૃકતા સંદેશ લખેલા બોર્ડ અને ચિહ્નો મૂકાવામાં આવશે. મંદિર બહાર બેસતા ફેરિયાઓ માટે પણ પ્લાસ્ટિકના પેકેટ વાળી ચીજો વેંચવા પર પ્રતિબંધ મૂકાશે.
સિદ્ધિ વિનાયક મંદિરે ભૂતકાળમાં પ્રસાદ વિતરણમાં અતિશય પ્લાસ્ટિકના ઉપયોગ બદલ ટીકાઓનો સામનો કરવો પડયો હતો. પર્યાવરણવાદીઓએ આ બાબતને બેજવાબદારીવાળી ઠરાવી હતી. તે સમયે કેટલાંક ભક્તોએ કચરા વ્યવસ્થાપન સિસ્ટમના અભાવ અને મ ંદિર પરિસર બહાર કચરાના વધતા ઢગલાં અંગે ધ્યાન દોર્યું હતું. લોકોની પ્રતિક્રિયાએ ટ્રસ્ટને પર્યાવરણના મુદ્દે વિચારવા પ્રેરિત કર્યા હતા. મંદિર ટ્રસ્ટે આંતરિક સમીક્ષાઓ હાથ ધરીને લાંબાગાળાના ઉકેલ માટે પર્યાવરણ તજજ્ઞાોની સલાહ લીધી હતી. પરિણામે વર્તમાનમાં ટ્રસ્ટે પ્લાસ્ટિક બંદીનું પગલું લીધું છે. જેને ચારે તરફથી વખાણવામાં આવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
