
દાદરના એન.સી.કેળકર રોડ સહિત મુંબઈનાં મહત્ત્વનાં સ્થળો પર ગેરકાયદે રીતે કબજો જમાવી બેસેલા ફેરિયાઓને કારણે રાહદારીઓની સાથે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી તેથી તેમની સામે યોગ્ય પગલાં લેવાની માગણી કરતો પત્ર દાદર વ્યાપારી સંઘ દ્વારા લેખિતમાં મુંબઈ પોલીસ કમિશનર સહિત મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને લખવામાં આવ્યો છે.
મુંબઈના મોટાભાગના રસ્તાઓ સહિત ફૂટપાથ પર ગેરકાયદે રીતે ફેરિયાઓએ અંડિગો જમાવ્યો છે. હાઈ કોર્ટના આદેશ બાદ પાલિકા સતત કાર્યવાહી કરતી હોય છે, છતાં પણ ફરી પાછા ફેરિયાઓ આવી જતા હોય છે.

દાદર વ્યાપારી સંઘના અધ્યક્ષ સુનીલ શાહે જણાવ્યું હતું કે મુંબઈના મહત્ત્વનાં સ્થળ જેમાં મુખ્યત્વે દાદરના એન.સી કેળકર રોડ, આર.કે.વૈદ્ય રોડની સામે વીર કોતવાલ ગાર્ડન જેવા વિસ્તારોમાં ફેરિયાઓને કારણે ટ્રાફિકને તો અસર થાય છે પણ રાહદારીઓને ચાલવાને પણ જગ્યા રહેતી નથી. ખાસ કરીને દાદરના એન.સી. કેળકર રોડ પર મહત્વના શોરૂમ આવેલા છે ત્યાંની હાલત એકદમ ખરાબ છે.
વાહનો તો ઠીક પણ રસ્તા પર ચાલવાને પણ લોકોને જગ્યા નથી એટલી હદે ફેરિયાઓએ અતિક્રમણ કર્યું છે. ફેરિયાઓને કાયદાનો કોઈ ભય રહ્યો નથી. તેથી અમે પાલિકા, પોલીસ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટને સંયુક્ત રીતે ગેરકાયદે ફેરિયાઓ સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માગણી કરતો પત્ર લખ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
