
મુલુન્ડનું આસ્થા સ્થાન ઝવેર રોડ જૈન સંઘ મુલુન્ડ (વે.) શ્રી વાસુપૂજય સ્વામી જિનાલયની 73 મી સાલગિરિ પ્રસંગે પંન્યાસ રાજરક્ષિતવિજય, પંન્યાસ રત્નબોધિવિજય, પંન્યાસ નયરક્ષિતવિજય આદિ સાધુ – સાધ્વીજીની નિશ્રા પ્રાપ્ત થઈ હતી. સત્તરભેદી પૂજા સંગીત સાથે ભણાવામાં આવી હતી.

અખંડ સૌભાગ્યવતી બહેનોએ ધ્વજાને સ્વસ્તિક કર્યા હતાં. મસ્તક ઉપર ધ્વજા ધારણ કરીને શ્રી વાસુપૂજય દાદાને ત્રણ પ્રદક્ષિણા કરી હતી. મંદિરના શીખર પર ધ્વજ દંડની અષ્ટપ્રકારી પૂજા લાભાર્થી પરિવારે ઉલ્લાસભેર કરી હતી. શુભ મુર્હૂતે હજારો માનવ મહેરામણની ઉપસ્થિતમાં ૐ પુણ્યાહં પુણ્યાહં પ્રિયંતાં પ્રિયંતાં મંત્રોચ્ચાર પૂર્વક મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામી, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, શ્રી સુમતિનાથ જિનાલયના શીખર પર ધ્વજા ફરકાવામાં આવી હતી. તે સમયે યુવાવર્ગે મન મૂકીને નૃત્ય ભક્તિ કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
