
ઘાટકોપર ખાતે મહાકાય હોર્ડિંગ તૂટી પડવાની દુર્ઘટના પ્રકરણના મુખ્ય આરોપી અને ઈગો મીડિયાના સંચાલક ભાવેશ ભીંડેના જામીન મંજૂર કરવાના સેશન્સ કોર્ટના ચુકાદાને રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં પડકાર્યો છે. તેમ જ તેના જામીન રદ કરવાની માગણી કરી છે. સરકારે મહાપાલિકા કોન્ટ્રેક્ટર સાગર કુંભારના જામીન મંજૂર કરવાના ચુકાદાને પણ પડકાર્યો છે. હોર્ડિંગ દુર્ઘટના માટે ભીંડે મુખ્યત્વે જવાબદાર હતો એના નક્કર પુરાવા પોતાની પાસે છે. આ દુર્ઘટનામાં 17 જણના મૃત્યુ થયા હતા. એ એકમાત્ર અને ગંભીર કારણ ભીંડેના જામીન રદ કરવાના અને આ પ્રકરણમાંથી દોષમુક્ત કરવાની માગણીનો વિરોધ કરવા પૂરતું હોવાનું સરકારે અરજીમાં જણાવ્યું છે.
સેશન્સ કોર્ટે 19 ઓક્ટોબરના ભીંડેના જામીન મંજૂર કર્યા હતા. એ પછી હોર્ડિંગ દુર્ઘટના બાદ જનતામાં નિર્માણ થયેલો સંતાપ ઓછો કરવાનો ઉદ્દેશથી પોતાને આ પ્રકરણમાં સંડોવવામાં આવ્યાનો દાવો કરીને ભીંડેએ આ પ્રકરણમાંથી પોતાને દોષમુક્ત કરવાની માગણી માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. સેશન્સ કોર્ટે પોલીસને તેની અરજી પર ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો છે. દરમિયાન ભીંડેએ પહેલાં ધરપકડને હાઈ કોર્ટમાં પડકારી હતી અને ધરપકડ ગેરકાયદે ગણીને તરત જામીન પર છૂટકારો કરવાનો આદેશ આપવો એવી માગણી કરી હતી.

હાઈ કોર્ટે તેની ધરપકડને કાયદેસર ગણાવીને એની અરજી ફગાવી હતી. એ પછી ભીંડેએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. સેશન્સ કોર્ટે ઓક્ટોબરમાં એના જામીન મંજૂર કર્યા હતા. હોર્ડિંગ દુર્ઘટના ગોડ એક્ટ હતી અને એના માટે પોતાને જવાબદાર ગણી શકાય નહીં. ઉપરાંત રાજકીય વેરભાવથી પોતાને આ પ્રકરણમાં સંડોવવામાં આવ્યો છે એવો દાવો ભીંડેએ જામીનની માગણી કરતા કર્યો હતો. એ જ પ્રમાણે ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીની સ્થાપનાથી હોર્ડિંગ લગાડવા સુધી પોતે કોઈ પણ રીતે કંપની સાથે સંબંધિત નહોતો.
આ સમયમાં અત્યારે જામીન પર છૂટેલા પ્રકરણના સહઆરોપી જાન્હવી મરાઠે આ કંપનીના સંચાલક પદ પર કાર્યરત હતા અને 21 ડિસેમ્બર 2023ના તેણે રાજીનામુ આપ્યા પછી પોતે કંપનીના સંચાલક પદનો કાર્યભાર હાથમાં લીધો હતો. ત્યાં સુધી દુર્ઘટનાગ્રસ્ત મહાકાય હોર્ડિંગ લગાડવામાં આવી ચૂક્યું હતું અને એના પર જાહેરાત પણ શરૂ થઈ ગઈ હતી એમ પણ ભીંડેએ જામીન અરજીમાં જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
