
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં શહેરના એક પ્રખ્યાત બિલ્ડરના 7 વર્ષના પુત્રનું 2 કરોડ રૂપિયાની ખંડણી માટે મંગળવારે રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં ગણતરીના કલાકમાં પોલીસે ત્રણ જણની બુધવારે ધરપકડ કરી હોવાનું અને બાળકનો છુટકારો કર્યો છે.
7 વર્ષનો ચૈતન્ય સુનીલ તુપે મંગળવારે રાત્રે તેના પિતા સાથે ઘરની બહાર સાઈકલ પર ફરી રહ્યો હતો. આ સમયે, એક કાળા રંગની ફોર વ્હીલર તેમની નજીક આવી, અને પિતાની સામે જ બાળકનું અપહરણ કર્યું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. અપહરણકારોએ બાળકની સાઈકલ રસ્તાના કિનારે ત્યાં જ છોડી દીધી હતી.
મંગળવારે રાત્રિ ભોજન પછી, બિલ્ડર સુનીલ તુપે ચૈતન્ય સાથે ફરવા માટે ઘરેથી નીકળ્યો. સુનીલ સાઈકલની આગળ ચાલી રહ્યો હતો. તેઓ સિડકો એન-4 વિસ્તારમાં હતા. તે સમયે સેન્ટ્રલ મોલ તરફથી રાતના 8.4૦ કલાકે એક કાળા રંગની ફોર વ્હીલર આવી હતી અને ત્રણ જણ ઊતર્યા અને ચૈતન્યને ઉઠાવીને ભાગી ગયા. કાર પહેલાં જય ભવાની નગર તરફ ગઈ અને ત્યાંથી સિડકોવાળા રસ્તેથી શહેરની બહાર નીકળી ગઈ હતી.

અકસ્માતને લીધે અપહરણકારોનો ભાંડો ફૂટ્યો:
અપહરણકર્તાઓ છત્રપતિ સંભાજીનગરથી સિલ્લોડ અને ભોકરદન થઈને મહોરા તરફ ગયા હતા. મહોરા તરફ જતી વખતે, તેમની કારનો અકસ્માત થયો. આ સમયે કારમાં રહેલા આરોપીમાંથી એક, પ્રમોદ શેવૈત્રે, ગંભીર રીતે ઘાયલ થયો હતો.
તાત્કાલિક દરોડો પાડી બાળકને ઉગાર્યો
માહિતીના આધારે, છત્રપતિ સંભાજીનગર પોલીસની એક ટીમ જાલના પોલીસ સાથે જાફરાબાદ તાલુકાના બ્રહ્મપુરી જવા રવાના થઈ. પોલીસે તાત્કાલિક માહિતી મુજબના સ્થળે દરોડો પાડ્યો અને અપહરણ કરાયેલા ચૈતન્યને સુરક્ષિત રીતે બચાવી લીધો. આ સમયે, બંટી ગાયકવાડ અને હર્ષલ સહિત બે અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ત્રણેય આરોપીઓ બ્રહ્મપુરીના રહેવાસી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
