કાંદિવલીમાં સ્ટૉક એક્સેન્જના કોઈપણ પ્રકારના લાઈસન્સ વિના મૂડી એપ્લિકેશન મારફતે ડબ્બા ટ્રેડિંગ કરવાના રેકેટનો ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૧એ પર્દાફાશ કર્યો છે. ગેરકાયદે ટ્રેડિંગ દ્વારા રૃા.૪૬૭૨ કરોડનું ટર્નઓવર કરનારા શેર બ્રોકરની ધરપકડ કરવામાં આવી છે.

કાંદિવલી (પશ્ચિમ)માં મહાવીર નગરમાં સંકેત બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા શેરબ્રોકર જતીન સુરેશ મહેતા (ઉ.વ.૪૫) સ્ટોક એક્સચેન્જના સત્તાવાર લાયસન્સ ન હોવા છતા સ્ર્ર્ગઅ એપ્લિકેશન દ્વારા કોઈપણ પ્રકારના ટેક્સ ચૂકવ્યા વિના ગેરકાયદે રીતે ટ્રેડિંગ કરીને ભારત સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યો છે. એવી માહિતી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૧ને મળી હતી.

સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર વિનાયક ચવ્હાણે સ્ટોક એક્સચેન્જને આની જાણ કરીને શેર બ્રોકરની ઓફિસમાં દરોડો પાડયો હતો. આ મામલામાં એનએસઈ અને એમસીએક્સના અધિકારીઓની મદદ લેવામાં આવી હતી.

આરોપીના લેપટોપની તપાસ કરતા અને એમાં ટ્રેડિંગ ટ્રાન્ઝેક્શન જોયા બાદ માર્ચ ૨૦૨૩થી ૨૦ જૂન દરમિયાન સ્ટૉક એક્સચેન્જની બહાર શેરના ખરીદ-વેચાણનું ટર્નઓવર રૃા.૪૬૭૨ કરોડ હોવાનું જણાયું હતું.

આમ આરોપી શેરબ્રોકરે સરકારના સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, કેપિટલ ગેઈન ટેક્સ, રાજ્ય સરકાર સ્ટેમ્પ ડયુટી ટેક્સ, સેબી ટર્ન ઓવર ફી, સ્ટૉક એક્સચેન્જ ટ્રેડીંગ રેવેન્યુના રૃા.૧.૯૫ કરોડની છેતરપિંડી કરી હોવાનું માલૂમ પડયું છે.

આથી કાંદિવલી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો દાખલ કરાયો હતો. પોલીસે કાર્યવાહી દરમિયાન પાંચ મોબાઈલ ફોન, એક ટૅબ, એક લૅપટૉપ, ૫૦ હજાર રોકડા, એક રાઉટર, એક પેન ડ્રાઈવ જપ્ત કરી  વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us