
રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ સામે તથ્યહિન અરજીઓ કરવાની પ્રથાની નિંદા કરીને બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ અટકાવવા આ સૌથી સસ્તી પદ્ધતિ બની રહી છે.૧૯૯૫થી ભાડૂઆત તરીકે રહેતા ૬૭ વર્ષના શખસે ૮૩ વર્ષ જૂના બંગલાને ખાલી નહીં કરવાની કરેલી અરજીને કોર્ટે ૧૨ નવેમ્બરે ફગાવી દીધી હતી.
કોર્ટે અરજદાર ખિમજીભાઈ હરજીવનભાઈ પાટડિયા પર રૂ. પાંચ લાખનો દંડ ફટકારીને કોર્ટે જણાવ્યું હતું કે આવી અર્થહિન અને ભાંગફોડિયા અરજી કનરાના માટે દાખલો બનશે એવી આશા છે. ભાડૂઆતના અધિકારનો દાવો કરીને અરજદારે આરોપ કર્યો હતો કે જમીન માલિક તેને કોઈપણ ભોગે ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
કોર્ટે અરજી ફગાવીને જણાવ્યું હતું કે તમામ ભાડૂતોએ બંગલો ખાલી કર્યા છે અને રિડવલપમેન્ટને અવરોધવા માટે અરજી કરવામાં આવી છે.
કોર્ટે નોંધ કરી હતી કે કાંદિવલી સ્થિત બુબના બંગલો ૧૯૪૦માં ૪૪૦૦ ચો. મીટરના વિસ્તારમાં બંધાયો હતો. આ મિલકત મોકાના સ્થળે આવી છે અને સોનાની લગડી સમાન છે. અરજદાર આનાથી વાકેફ છે અને આથી મિલકતના ડેવલપમેન્ટમાં બાધા ઊભી કરવા માગે છે, એમ હાઈકોર્ટે નોંધ કરી હતી.

જમીન માલિકને પોતાની મિલકત રિડેવલપ કરવાના લાભથી વંચિત રાખવાનો ભાડૂઆત તરીકે અરજદારને કોઈ અધિકાર નથી. આ રીતની અરજીઓ સૌમ્ય પ્રકારની ખંડણી છે અને ભાડૂતના આવા અવરોધાત્મક વર્તનને અસરકારક રીતે અટકાવવું જરૂરી છે. અરજીઓ કરીને રિડેવપમેન્ટના પ્રકલ્પો અટકાવવાનો આ સસ્તો માર્ગ બની ગયો છે જેમાં ભાડૂતોને કંઈ નુકસાન થતું નથી અને ગણતરીનો જુગાર બની રહે છે, એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.
મોટી રકમ ધરાવતા કેસોમાં અર્થહિન અરજીઓને અટકાવવા મોટી રકમનો દંડ જરૂરી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. આવા પગલાં નહીં લેવાય તો ન્યાયલયિન પ્રક્રિયા અંગત લાભ માટે કપટી દાવેદારો માટે સસ્તો માર્ગ બની રહેશે.સપ્ટેમ્બરમાં પાટડિયાને નોટિસ મોકલાવીને જગ્યા ખાલી કરવા જણાવાયું હતું જેથી મકાન પાડી શકાય. પાટડિયાએ ટીએસી રિપોર્ટ પર પ્રશ્ન કરીને સ્વાયત્ત સ્ટ્રક્ચરલ ઓડિટર નીમીને મકાનની સ્થિતિ નક્કી કરવાની કોર્ટમાં દાદ માગી હતી.
અરજી પાછળ છુપો ઈરાદો હોવાનું જાય છે. કોઈ વ્યક્તિ જૂના જર્જરિત મકાનમાં રહેવાનું પસંગ કરશે નહીં, એમ કોર્ટે નોંદ કરી હતી. ખરેખર જરૂરી રિડેવલપમેન્ટના પ્રકલ્પો અટકાવવા ભાડૂતો માટે કોર્ટને શસ્ત્ર બનાવવા દઈ શકાય નહીં, એમ કોર્ટે નોંધ કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8