
મહારાષ્ટ્ર સદન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ઉપ મુખ્ય મંત્રી અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસના વિધાનસભ્ય છગન ભુજબળ અને તેમના ભત્રીજા સમીરના જામીન રદ કરવા માટેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ની અરજીઓને સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરી મંગળવારે ફગાવી દીધી.
જામીન આપવાના ખોટા આદેશો વર્ષ 2018માં પસાર કરવામાં આવ્યા હતા. તેથી આ તબક્કે ભારતના બંધારણની કલમ 136 હેઠળ દખલગીરીનો કોઈ કેસ બનતો નથી. અરજી ફગાવી દેવામાં આવે છે, એમ કોર્ટે જણાવ્યું. જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે મની લોન્ડરિંગ કેસમાં અરજી ફગાવી દેતાં મુંબઈ હાઈ કોર્ટના 2016ના ચુકાદા સામે ભુજબળની અરજીનો પણ નિકાલ કર્યો.

અરજદારને 2018માં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હોવાથી, ધરપકડ ગેરકાયદેસર હોવાના પ્રશ્નમાં જવાની આ તબક્કે જરૂર નથી. 14 ડિસેમ્બર, 2016ના, હાઇ કોર્ટે ભુજબળની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઈડી દ્વારા તેમની ધરપકડ સામે હેબિયસ કોર્પસ રિટની માગ કરતી અરજીને ફગાવી દીધી. મે 2018માં, મુંબઈ હાઇ કોર્ટે ભુજબળને જામીન આપ્યા, જેમાં તેમનો પાસપોર્ટ સોંપવો અને પરવાનગી વિના મુંબઈ ન છોડવું સહિત અનેક શરતો લાદી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
