અંધેરી પશ્ચિમથી મંડાલે, માનખુર્દ મેટ્રો-2બી રૂટનું ચેંબુર મેટ્રો સ્ટેશન પ્રવાસીઓ માટે શરૂ કરવાની દષ્ટિએ છેલ્લા અને મહત્વના તબક્કાની આખરે એમએમઆરડીએએ શરૂઆત કરી છે. મેટ્રો કમિશનર, મેટ્રો રેલવે સુરક્ષાની ટીમે તાજેતરમાં આ સ્ટેશનની ટેકનિકલ ટેસ્ટ કરી હતી. હવે આ સીએમઆરએસની ટીમ આવતા અઠવાડિયે આવીને અન્ય ટેસ્ટ કરશે. આ ટેસ્ટ સફળ થયા પછી આ સ્ટેશનને સુરક્ષા પ્રમાણપત્ર મળશે અને પછી ચેંબુર મેટ્રો સ્ટેશન પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. તેથી ટૂંક સમયમાં જ ચેંબુર મેટ્રો સ્ટેશન સેવામાં દાખલ થાય એવી શક્યતા છે. એમએમઆરડીએએ 23.64 કિલોમીટર લાંબા મેટ્રો-2બી રૂટનું ત્રણ તબક્કામાં કામ હાથમાં લીધું છે.
આ રૂટ મુંબઈની દષ્ટિએ અત્યંત મહત્વનો છે. આ રૂટ પૂર્વ ઉપનગરોને સીધા પશ્ચિમ ઉપનગરો સાથે જોડીને પ્રવાસ ઝડપી કરશે. આ રૂટ મેટ્રો-2એ (અંધેરી પશ્ચિમથી દહિસર) અને મેટ્રો-9 (દહિસર-મીરા ભાઈંદર) રૂટનું એક્સટેન્સન છે. તેથી મેટ્રો-2બી પૂર્ણ ક્ષમતાથી દોડશે ત્યારે માનખુર્દથી મીરા ભાઈંદર સુધી મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે.

આ રૂટનો મંડાલે-માનખુર્દ દરમિયાનનો તબક્કો 8 એપ્રિલના શરૂ કરવામાં આવ્યો. આ તબક્કાને હજી જોઈએ એવો પ્રતિસાદ મળતો નથી. આ તબક્કો પાંચ સ્ટેશનનો હોવાથી પ્રતિસાદ ઓછો છે એમ જણાવવામાં આવે છે. તેથી જ એમએમઆરડીએએ મેટ્રો-2બી રૂટના ડાયમંડ ગાર્ડનથી સારસ્વત નગર દરમિયાનના બીજા તબક્કાના એકમાત્ર સ્ટેશન ચેંબુર સ્ટેશનને મે મહિનાના અંત સુધી સેવામાં દાખલ કરવાનો નિર્ણય લીધો. એ અનુસાર આ સ્ટેશનના કામને ઝડપી કરવામાં આવ્યું અને સ્ટેશનના કામ પૂરા કર્યા. કામ પૂરા થવાથી આ સ્ટેશન સંચાલન માટેની અંતિમ પ્રક્રિયાની શરૂઆત કરી. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં એમએમઆરડીએએ આ સ્ટેશન માટે સીએમઆરએસ તરફથી ટેસ્ટ પૂરી કરવા અને સુરક્ષા પ્રમાણપત્ર મેળવવા અરજી કરી હતી.
મેટ્રો-મોનોરેલનું જોડાણ આ અરજી અનુસાર તાજેતરમાં સીએમઆરએસની ટીમે ચેંબુર મેટ્રો સ્ટેશનનું ટેકનિકલ નિરીક્ષણ કર્યાની માહિતી વરિષ્ઠ અધિકારીઓએ આપી છે. ટેકનિકલ નિરીક્ષણ થઈ જવાથી હવે આગળની ટેસ્ટ પૂરી કરીને સુરક્ષા પ્રમાણપત્રની પ્રક્રિયા પૂરી કરવા આગામી અઠવાડિયામાં સીએમઆરએસ ટીમ મુંબઈ આવશે એમ અધિકારીએ જણાવ્યું હતું. ચેંબુર મેટ્રો સ્ટેશનની સુરક્ષા ટેસ્ટ આવતા અઠવાડિયામાં થવાની હોવાથી આ સ્ટેશનને સુરક્ષા પ્રમાણપત્ર મળશે. તેથી મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ચેંબુર સ્ટેશન પ્રવાસીઓ માટે શરૂ થાય એવી શક્યતા છે. એ પછી મંડાલેથી ચેંબુર સુધી મેટ્રો ટ્રેન દોડશે. મહત્વની વાત એટલે ચેંબુર મેટ્રો સ્ટેશન અને વી.એન. પૂરવ મોનોરેલ સ્ટેશન રાહદારી પુલથી જોડવાનું કામ ચાલુ છે. એ પછી મેટ્રોમાંથી મોનોરેલમાં અને મોનોથી મેટ્રોમાં જવું સહેલુ થશે. એનાથી બંનેના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે એવી આશા એમએમઆરડીએને છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
