રાજ્યમાં મહિલાઓ અને સગીરાઓ ગુમ થવાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા, પોલીસ વહીવટીતંત્રની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે સરકાર સફાળી જાગી છે, પોલીસ સ્ટશેનોની મિસિંગ કેસોની હવે શોધ અભિયાનોની સફળતા દ્વારા માપવામાં આવશે, એમ વિધાનસભામાં ઉછળેલા સવાલ સામે મુંખ્યમંત્રી અને ગૃહ વિભાગનો હવલો સંભાળતા દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કામકાજી મહિલાઓની સંખ્યા વધી રહી છે, ત્યારે તેમની સેફટી વિશે પણ તંત્રએ ખરા અર્થમાં અસરકારક કામગીરી કરવી જોઈએ,એવી બુંલદ માંગણી મુંબઇગરાઓ ઉઠાવી રહ્યા છે. ૨૦૨૫માં ૧૨,૦૦૦ મહિલાઓ લાપતા થઈ હોવાનું નોંધાયું છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓ ગુમ થવાના બનાવો ચિંતાજનક પ્રમાણમાં સામે આવ્યા છે. એક તરફ રાજ્ય સરકાર મહિલાઓની સુરક્ષા માટે બજેટમાં અનેક રકમ ફાળવી રહી છે, છંતા હકિકત કંઇ અલગ જ દશાર્વે છે. તાજેતરમાં જ રાજ્ય વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા બે વર્ષમાં જ લગભગ ૯૩,૯૪૦ મહિલાઓ ગુમ થઈ હતી, જેમાંથી ૬૭,૪૫૮ મહિલાઓને શોધી કાઢવામાં આવી છે, જ્યારે બાકીની કેટલીક મહિલાઓ હજુ સુધી શોધાઈ નથી.

માહિતી મુજબ ૨૦૨૪માં ૪૫,૬૬૨ મહિલાઓ ગુમ થઈ હતી, જેમાંથી લગભગ ૩૦,૮૭૭ મહિલાઓ મળી આવી હતી. જ્યારે ૨૦૨૫માં ગુમ થયેલી મહિલાઓની સંખ્યા વધીને ૪૮,૨૭૮ સુધી પહોંચી, જેમાંથી ૩૬,૫૮૧ મહિલાઓને શોધવામાં સફળતા મળી હતી. આ આંકડાઓ રાજ્યના ગૃહ વિભાગ તરફથી વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. સરકારે સ્વીકાર્યું કે, ગયા વર્ષની સરખામણીમાં, ૨,૬૧૬ મહિલાઓ અને ૭૯૭ વધુ છોકરીઓ ગુમ થઈ છે.
૭૯૭ છોકરીઓ ગુમ થવી ચિંતાજનક બાબત
મહિલાઓના મુદ્દાઓનો અભ્યાસ કરનારાઓએ કહ્યું કે મહિલાઓ અને છોકરીઓ ગુમ થવાના વિવિધ કારણો છે. પરંતુ આ ચિંતાજનક છે કે ગયા વર્ષની સરખામણીમાં ૨૦૨૫ માં ૭૯૭ વધુ છોકરીઓ ગુમ થઇ. મહિલા સુરક્ષા સંબધી એનજીઓના જણાવ્યા અનુસાર આ આંકડાઓ વિધિવત છે, પરંતુ નહિ નોધાયેલા કેસ વધુ છે, હજુ પણ કેટલાક સંજોગોમાં મહિલા સંબધી ગૂમ થવાના કેસો નોધાવામાં આવતા નથી. કારણકે અમારી પાસે આવતા કિસ્સાઓમાં સગીર છોકરીઓના ભવિષ્યને ધ્યાને રાખી તેઓ ફરિયાદ નોધાતા ખચકાઈ રહ્યા છે, સામાજીક બંધન અને હજુ કેટલાક કિસ્સાઓમાં ખાખીથી દુર રહેવાની માનસિકતાના કારણે આવા પેરેન્ટસ કેસ નોધવાતા ડર અનુભવે છે. આંકડાઓ અનુસાર દરરોજ સરેરાશ ૧૦૦થી વધુ મહિલાઓ અને યુવતીઓ ગુમ થવાના કેસ નોંધાય છે, જોકે તેમાંના મોટા ભાગના કેસોમાં પોલીસ તેમને શોધવામાં સફળ રહે છે. તેમ છતાં માનવ તસ્કરી, પરિવારિક વિવાદ, પ્રેમ સંબંધો, રોજગાર માટે ઘર છોડવું અથવા અન્ય સામાજિક કારણો પણ ઘણા કેસોમાં સામે આવે છે.

વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા દરમિયાન સભ્યોએ મહિલાઓની સુરક્ષા મજબૂત કરવા, સીસીટીવી નેટવર્ક વધારવા, માનવ તસ્કરી સામે કડક કાર્યવાહી અને ગુમ થયેલી મહિલાઓને ઝડપથી શોધવા માટે વિશેષ દળ બનાવવાની માંગ કરી હતી. વિશ્લેષકોના મતે આ આંકડાઓ માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ તે મહિલાઓની સુરક્ષા, સામાજિક પરિસ્થિતિ અને શહેરીકરણ સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન બની રહ્યો છે.
ખુદ મુખ્યમંત્રીએ સ્વિકાર્યુ આ ચિંતાનો વિષય
ભાજપના ધારાસભ્ય નિરંજન દાવખરેએ વિધાનસભા પરિષદમાં રાજ્યમાં ગુમ થયેલી મહિલાઓ અને બાળકોનો મુદ્દો ઉઠાવ્યો હતો. આના જવાબમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર શોધ કામગીરીને ઝડપી બનાવવા માટે ખાસ પગલાં લઈ રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુમ થવાનો દર ચિંતાજનક હોવા છતાં, શોધનો દર ૧૦ ટકા વધ્યો છે. ગુમ થયેલી મહિલાઓમાંથી લગભગ ૫૫ થી ૬૦ ટકા એક વર્ષમાં મળી આવે છે, જ્યારે આ દર ત્રણ વર્ષમાં ૯૦ ટકા સુધી વધી જાય છે. જોકે, ધએક વર્ષ પછી, પરિવાર અને પોલીસ બંનેનું ફોલો-અપ ઘટે છે. આ ચિંતાનો વિષય છે,ધ ફડણવીસે જણાવ્યું હતું.
દરેક પોલીસ સ્ટેશનમાં મિસિંગ પર્સન સેલ
આ મુદ્દે વિધાનસભામાં અનેક સભ્યોએ ચિંતા વ્યક્ત કરી હતી અને મહિલાઓની સુરક્ષા અંગે સરકારને કડક પગલાં લેવા માંગ કરી હતી. જવાબ આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે જણાવ્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા ગુમ થયેલી મહિલાઓને શોધવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશનમાં મિસિંગ પર્સન સેલ બનાવવામાં આવ્યા છે અને તેની જવાબદારી મહિલા અધિકારીઓને સોંપવામાં આવી છે. શોધ અભિયાનમાં સાતત્ય જાળવવા માટે હવે ખાસ પગલાં લેવામાં આવશે. ગુમ થયેલી મહિલાઓ અને છોકરીઓને શોધવા માટે અલગ ટીમોની નિમણૂક કરવામાં આવી છે. અધિક પોલીસ મહાનિર્દેશકના નેતૃત્વમાં દર મહિને સમીક્ષા બેઠક યોજાશે. જે પોલીસ સ્ટેશનોનું પ્રદર્શન શ્રે રહેશે તેમને રેટિંગ આપવામાં આવશે અને સન્માનિત કરવામાં આવશે. ફક્ત ગુના નોંધવા પૂરતું નથી, પરંતુ પોલીસની પ્રાથમિકતા ગુમ થયેલા વ્યક્તિઓને તેમના ઘરે સુરક્ષિત રીતે પરત કરવાની હોવી જોઈએ તેમ ફડણવીસે જણાવ્યું હતું.

પ્રેમની લાલસામાં અથવા મોહમાયામાં ફસામણી કારણભૂત
પોલીસ મિત્રમાં એક્ટિવલી કામ કરતી અમી શાહ દ્વારા હ્યુમન ટ્રાફિકિંગ સેલ તેમ જ મહિલાઓની અનેક સંઘટનના સાથે સંકળાયેલા છે અને પોલીસ સાથે રહીને અનેક છોકરીઓને તેમના પરિવારજનોને ફરી મેળવવામાં મદદ કરી છે. તેમના કહેવા પ્રમાણે છોકરીઓને પ્રેમની લાલસામાં અથવા મોહમાયામાં આવીને ફસાવતા આવતા હોય છે. એ બાદ મહિલાઓની પાછળથી ખૂબ ખરાબ થાય છે.’ રેલવે પોલીસમાં ક્રાઇમ યુનિટમાં કામ કરતી ગુજરાતી પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાઓને સતત રહીને પ્રવાસ કરો ખૂબ જરૃરી છે. અજાણે વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી તેમને કેટલી માહિતી આપવી તે વિષય ધ્યાનમાં રાખવા જેવો છે.’
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
