
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજુ કરશે. સામાન્ય જનતાથી લઈને કોર્પોરેટ દુનિયા આ બજેટની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. બજેટની પળેપળની અપડેટ માટે ઝી 24 કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો….
મિડલ ક્લાસને મળી શકે છે રાહત
પીએમ મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્થાન માટે ધનની દેવીનું આહ્વાન કર્યા બાદ આવકવેરામાં રાહત મળવાની આશા વધી છે. ખાસ કરીને નીચલા મધ્યમ વર્ગને બજેટમાં કઈક રાહત મળી શકે છે.

માત્ર 3 નાણામંત્રીએ રજૂ કર્યું 8 વખત બજેટ
અત્યાર સુધી ભારતમાં ફક્ત ત્રણ નાણામંત્રીઓ મોરારજી દેસાઈ, પી ચિદંબરમ અને પ્રણવ મુખર્જીને આઠ કે તેનાથી વધુ વખત બજેટ રજુ કરવાની તક મળી છે. નિર્મલા સીતારમણ આ યાદીમાં સામેલ થઈને ઈતિહાસ રચશે.
નાણામંત્રી રચશે ઈતિહાસ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે શનિવારે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજુ કરશે. આમ તો દર વર્ષે સામાન્ય બજેટ દેશના આર્થિક દ્રષ્ટિકોણથી ખુબ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે બજેટ આગામી નાણાકીય વર્ષ માટે સરકારની નીતિઓની દિશા નક્કી કરે છે. પરંતુ બજેટ 2025-26 વધુ ખાસ હશે. કારણ કે આ સાથે નિર્મલા સીતારમણ એવા ગણ્યા ગાંઠ્યા નાણામંત્રીઓમા સામેલ થઈ જશે તેમણે આઠ વખત કેન્દ્રીય બજેટ રજુ કર્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
