કલ્યાણ પશ્ચિમના ગોદરેજ હિલ વિસ્તારમાં એક આઘાતજનક ઘટના બની જ્યા એક બસ બ્રેક મારવામાં નિષ્ફળ ગઈ અને સોસાયટીની રક્ષણાત્મક દિવાલ તોડીને સીધી કાર પર પડી. જો કે કારમાં સવાર કોઈને ઈજા થઈ છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી. બસની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો અને સોસાયટીમાં રહેલી 2-3 કારને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે આમાં કોઈને ઈજા થઈ ન હોવાનું ખડકપાડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એસ. પાટીલે જણાવ્યું હતું.

ગોદરેજ હિલ વિસ્તારમાં સોસાયટીના રહેવાસીઓ માટે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા બસો ચલાવવામાં આવે છે. પ્રાથમિક માહિતી એવી છે કે ગઈ કાલે સાંજે ગોદરેજ હિલ પરથી ઉતરતી વખતે આ માર્ગ પરના વળાંક પર આ અકસ્માત થયો હતો. નીચે ઉતરતી વખતે બસે અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને નીચે માલબાર સોસાયટીની સુરક્ષા દિવાલ તોડીને ત્યાં કાર સાથે અથડાઈ હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us