બોરીવલી રેલવે પોલીસે એક જ દિવસમાં ૧૦ કરતાં વધારે મોબાઇલ ચોરી થયા હોવાની ફરિયાદ નોંધી છે. ગોરેગામ, મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહિસર વિસ્તારમાંથી આ તમામ મોબાઇલ ચોરાયા હતા. બોરીવલી રેલવે પોલીસ અનુસાર રોજ બેથી ત્રણ મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાતી હોય છે. જોકે એક જ દિવસમાં ૧૦ કરતાં વધારે મોબાઇલ ચોરી થતાં પોલીસ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)ની મદદથી આરોપીની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.

ગુજરાતના ભરૂચમાં રહેતા ૨૭ વર્ષના કરણ સોલંકીનો આશરે ૭૪,૦૦૦ રૂપિયાનો મોબાઇલ મંગળવારે સવારે એક્સપ્રેસ ટ્રેનમાંથી ઊતરતી વખતે બોરીવલી રેલવે સ્ટેશન પરથી ચોરાયો હતો, એમ જણાવતાં બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે મીરા રોડમાં રહેતા બાવીસ વર્ષના સૈયદ અલીનો બોરીવલી રેલવે સ્ટેશન પરથી મંગળવારે જ ૬૫,૦૦૦ રૂપિયાનો મોબાઇલ ચોરી થયો હતો. રામપ્રકાશ યાદવનો બોરીવલી રેલવે સ્ટેશન પરથી ૩૬,૦૦૦ રૂપિયાનો મોબાઈલ ચોરાયો હતો. એટલું જ નહીં, અંધેરીમાં રહેતી સીમા કાંકણીના ૨,૭૫,૦૦૦ રૂપિયાના દાગીના ચોરાયા હતા. આવી વધુ ૭થી ૮ ફરિયાદની મંગળવારે એક જ દિવસમાં નોંધ થતાં રેલવે ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ તપાસે લાગી ગઈ હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us