
મધ્ય રેલવેમાં રવિવારે માટુંગા-મુલુંડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇનમાં સવારે ૧૧.૩૦ કલાકથી ૩.૩૦ કલાક સુધી બ્લોક રહેશે. આ સિવાય થાણેથી ઉપડતી અપ ફાસ્ટ લાઇનની ટ્રેનોને ૧૧.૨૫ કલાકથી ૩.૨૭ કલાક દરમિયાન મુલુંડ અને માટુંગા વચ્ચે અપ સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે.
પશ્ર્ચિમ રેલવેમાં શનિવાર-રવિવારની રાતે સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે ચાર કલાકનો નાઇટ બ્લોક રહેશે. ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ વાયર સંબંધિત સમારકામને કારણે સાતમી અને આઠમી ડિસેમ્બરની રાતે સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે પાંચમી લાઇનમાં ૨૩.૩૦ કલાકથી વહેલી સવારે ૩.૩૦ કલાક સુધી અને છઠ્ઠી લાઇન પર રાત્રે ૧૨.૩૦ કલાકથી વહેલી સવારે ૪.૩૦ કલાક સુધી જમ્બો બ્લોક રહેશે. આઠમી ડિસેમ્બરે રવિવારે દિવસ દરમિયાન કોઇ બ્લોક નહીં રહેશે.
મધ્ય રેલવેમાં રવિવારે માટુંગા-મુલુંડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇનમાં સવારે ૧૧.૩૦ કલાકથી ૩.૩૦ કલાક સુધી બ્લોક રહેશે. સીએસએમટીથી ઉપડતી ડાઉન લાઇનની ફાસ્ટ ટ્રેનોને માટુંગા અને મુલુંડ વચ્ચે સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે તથા થાણે પછી ફરી ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે.

હાર્બર લાઇનમાં સીએસએમટી અને ચુનાભઠ્ઠી/બાન્દ્રા વચ્ચે સવારે ૧૧.૧૦ કલાકથી ૪.૪૦ કલાક વચ્ચે અપ અને ડાઉન લાઇનમાં બ્લોક રહેશે. સીએસએમટીથી વાશી/બેલાપુર/પનવેલ તરફ જતી ડાઉન હાર્બરની ૧૧.૧૬ કલાકથી સાંજે ૪.૪૭ કલાક સુધીની ટ્રેનો તથા સીએસએમટીથી બાન્દ્રા/ગોરેગામ વચ્ચેની ડાઉન સેલા ૧૦.૪૮ કલાકથી ૪.૪૩ કલાક સુધી રદ રહેશે.
આ સિવાય અપ હાર્બર લાઇનમાં પનવેલ/બેલાપુર/વાશીથી સીએસએમટી જતી ૯.૫૩ કલાકથી ૩.૨૦ કલાક વચ્ચેની ટ્રેનો તથા ગોરેગામ/બાન્દ્રાથી સીએસએમટી જતી ૧૦.૪૫ કલાકથી ૫.૧૩ કલાક સુધીને ટ્રેનો પણ રદ રહેશે. તેમ છતાં પનવેલ-કુર્લા-પનવેલ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.
હાર્બર લાઇનના પ્રવાસીઓને બ્લોક દરમિયાન વેસ્ટર્ન લાઇનમાં સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી પ્રવાસી કરવાની છૂટ આપવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8