મુલુંડ સ્ટેશન નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક રિક્ષાચાલકે પેસેન્જરનો કિંમતી મોબાઈલ જોઈને પોતાની નિયત બગાડી હતી. રૂ. ૧૦૦ની નોટના છૂટા લેવા ગયેલા મુસાફરનો રૂ. ૫૦ હજારની કિંમતનો સેમસંગ એસ ૨૪ પ્લસ મોડેલનો સ્માર્ટફોન રિક્ષામાં રહી જતાં, ચાલક ભાડું લીધા વિના જ ફોન લઈને ચાલતી પકડી ભાગી છૂટ્યો હતો. આ અંગે મુલુન્ડ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
૧૦૦ રૂપિયાના છૂટા લેવા જવું ભારે પડ્યું
બનાવની વિગત એવી છે કે, મુલુન્ડ (વેસ્ટ)ના દેવીદયાલ રોડ વિસ્તારમાં રહેતા અમિત કુકરેજા ગત ૨૦ જુલાઈના રોજ સવારે સાડા દસ વાગ્યાના સુમારે પોતાના ઘર પાસેથી રિક્ષા ભાડે કરીને મુલુન્ડ રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. સ્ટેશને પહોંચીને તેમણે રિક્ષાચાલકને ભાડા પેટે ૧૦૦ રૂપિયાની નોટ આપી હતી. પરંતુ, રિક્ષાચાલકે છૂટા પૈસા નથી તેમ કહેતાં અમિતભાઈ નજીકની એક દુકાનેથી છૂટા લેવા માટે ગયા હતા.

પાછળની સીટ પર ફોન રહી ગયો અને…
દુકાનેથી છૂટા પૈસા લઈને અમિતભાઈ જેવા પરત ફર્યા કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઉતાવળમાં તેમનો કિંમતી ફોન રિક્ષાની પાછળની સીટ પર રહી ગયો હતો અને તે જ વાતનો ફાયદો ઉઠાવી રિક્ષાચાલક ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો.
પ્રારંભમાં રિંગ વાગી, પછી ફોન સ્વિચ ઓફ થયો
અમિતભાઈએ તુરંત જ પોતાના મોબાઈલ પર કોલ કર્યો હતો. શરૂઆતમાં ફોન પર રિંગ વાગી હતી, પરંતુ થોડી જ વારમાં સામે વાળા વ્યક્તિએ (રિક્ષાચાલકે) ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. જેથી રિક્ષાચાલક જ ફોન ચોરીને ભાગી ગયો હોવાની ખાતરી થતાં અમિતભાઈએ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ભાગી છૂટેલા રિક્ષાચાલકની શોધોખોળ હાથ ધરી છે.


https://youtube.com/watch?v=H_mLyCT1CeE%3Ffeature%3Doembed
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું…https://chat.whatsapp.com/K6C4Xaobu807y4luCKlLH5
For more details… Contact 9322529232 / 9324483455
