મુલુન્ડના વિધાનસભ્ય અને ઈશાન મુંબઈના ભાજપાના લોકસભા ચૂંટણીના ઉમેદવાર મિહિર કોટેચાએ મુલુન્ડમાં પક્ષી ઉદ્યાન (બર્ડ પાર્ક) માટે સલાહકારની નિમણૂંક કરવાના મનપાના પગલાંને આવકાર્યું છે. કોટેચાએ મનપા ચીફને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ પક્ષી ઉદ્યાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકારો પાસેથી તમામ જરૂરી મંજૂરીઓ મેળવવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરશે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/20-5.jpg)
મનપાએ તાજેતરમાં ઈશાન મુંબઈના ટુરિઝમ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે મુલુન્ડમાં બર્ડ પાર્ક પ્રોજેક્ટ માટે સલાહકારની નિમણૂંક કરી છે. સલાહકાર એચકે એસડિઝાઈનર એન્ડ કન્સલ્ટન્ટ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડે મનપાને બર્ડ પાર્કનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન સબમીટ કર્યો છે. ડ્રાફ્ટ મુજબ મુલુન્ડ (વે)માં બી.પી.એસ. ગ્રાઉન્ડમાં ૧૭૧૫૦ ચો.મી. વિસ્તારમાં બર્ડ પાર્ક ઊભો કરવામાં આવશે જેમાં વિવિધ સુવિધાઓ તથા વિવિધ પ્રકારના પક્ષીઓ અને પ્રજાતિઓ હશે. કોટેચાએ કહ્યું હતું કે ભાયખલા વીરમાતા જીજાબાઈ ભોંસલે બોટની ઉદ્યાન પછી મુલુન્ડનું બર્ડ પાર્ક મુંબઈનું સૌથી મોટું આકર્ષણ બની રહેશે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/05-6-992x1024.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)