July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

સરકારી શાળાઓને અસામાજિક તત્વોથી સુરક્ષીત રાખવા તમામ એસપીને આદેશ

રાજ્યની તમામ જિલ્લા પરિષદો અને પાલિકા સંચાલિત સ્કૂલોને ઘૂસણખોરી સામે પુરતી સુરક્ષીત રાખવાની તકેદારી લેવા તમામ જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને બોમ્બે હાઈ કોર્ટની બેન્ચે સૂચના આપી છે.

ગાર્ડ તહેનાત રાખવો એટલું જ નહીં પણ સ્કૂલના સમય બાદ ખાસ કરીને રાતના સમયે દારૂડિયા,જુગારી અને નશેડીઓ પ્રાંગણમાં ઘૂસી શકે નહીં એવી યંત્રણા અપનાવીને આ દૂષણ અટકાવવું જોઈએ, એમ બેન્ચે જણાવ્યું હતું.

કાયદામાં સૂચવેલી પ્રક્રિયા અનુસરીને જિલ્લા પરિષદની શાળાઓમાંથી અતિક્રમણ દૂર કરવાની પણ ઓથોરિટી પાસે અપેક્ષા છે. આવી સ્કૂલોની સ્થિતિ સાથે કામ લેવા હાઈકોર્ટના ભૂતપૂર્વ જજના નેજા હેઠળ કમિટી રચવાનું પણ વિચારાઈ રહ્યું હોવાનું બેન્ચે જણાવ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા સંચાલિત રાજ્યની સ્કૂલોની ખરાબ હાલતને લઈને ચિંતા વ્યક્ત કરીને ન્યા. રવીન્દ્ર ઘુગે અને ન્યા. જોશીે સ્વેચ્છાએ જનહિત અરજી હાથ ધરીને સુનાવણી કરી હતી. વીજ પુરવઠો નહીં ધરાવતી ‘સ્માર્ટ સ્કૂલ’ના વિદ્યાર્થીઓ જમીન પર દારૂની ખાલી બાટલી સાથે બેઠા હોવાની તસવીર ધરાવતા અખબારી અહેવાલની કોર્ટે દખલ લીધી હતી.

ગયા વર્ષે હાઈ કોર્ટે પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજના નેજા હેઠળની દરેક જિલ્લાની કમિટી રચીને આવી શાળાઓ પર નજર રાખવા  તેની સામે કામ લેવા નિર્દેશ આપ્યો હતો. બાળકોનું ભવિષ્ય સલામત રાખવાનું બહુ જરૂરી હોવાનું કહીને કોર્ટે કમિટીની ભલામણો અને અહેવાલો મગાવ્યા હતા. સરકારી વકિલે ધારાશિવ જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે આપેલા અહેવાલને રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે પિંક પથક આવી સ્કૂલોમાં રોજેરોજ મુલાકાત લઈને સંભવિત જોખમોનું નિવારણ કરશે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે પિંક કમ્પ્લેન્ટ બોક્સ પણ અપાયા છે અને પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે.

પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજોએ આપેલા અહેવાલો આંખ ખોલનારા હોવાનું જણાવ્યું હતું. રાજ્યવ્યાપી સમિતિ ગઠીત કરવાનો વિચાર હોવાનું જણાવીને સુનાવણી બે સપ્તાહ બાદ રાખી છે જેથી પક્ષકારો આવી કમિટીની રચના અંગે સલાહ સૂચન આપી શકે.

કોર્ટે રાજ્ય વીજ વિતરણ કંપનીને પણ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ત્રણ શાળાઓમાં વીજળી હાઈટેન્શન વાયરો ક્લાસરૂમમાંથી પસાર થતા હોવાના મુદ્દ ાસહિતની બાબતો પર ધ્યાન આપવા જણાવ્યું છે. ડીપી સ્કૂલના પ્રાંગણમાં છે જે સમસ્યા સર્જી શકે છે. કોર્ટ પાંચ એપ્રિલે સુનાવણી કરશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us