September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

અભિનેતા વિવેક ઓબેરોય સાથે 1.55 કરોડ રૂપિયાની છેતરપિંડી

અભિનેતા વિવેક ઓબેરોયે વ્યાવસાયિક ભાગીદારો વિરુદ્ધ 1.55 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા પ્રકરણે ગુનો દાખલ કર્યો છે. આરોપીઓએ પોતાને એક કાર્યક્રમમાં રૂપિયાનું રોકાણ કરતા ઘણો નફો મળશે એમ જણાવ્યું પણ પછી આરોપીઓએ રૂપિયાનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો એમ વિવેકે જણાવ્યું હતું. મુંબઈની એમઆઈડીસી પોલીસ આ પ્રકરણની તપાસ કરે છે. અભિનેતાનું ફર્મ ઓબેરોય મેગા એન્ટરટેનમેંટ એલએલપીના ચાર્ટર્ડ એકાઉન્ટંટ દેવેન બાફનાને પોતાના તરફથી આનંદિતા એન્ટરટેનમેંટ એલએલપીના આરોપી ભાગીદારો સંજય સહા, નંદિતા સહા, રાધિકા નંદા અને અન્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા અધિકૃતપણે જણાવ્યું હતું.

પોલીસે સંજય, એની માતા નંદિતા અને રાધિકા પર કલમ 406 (ગુનેગારી વિશ્વાસભંગ), 409 (લોકસેવક, બેંકર, વેપારી કે એજન્ટ તરફથી વિશ્વાસઘાત), કલમ 420 (છેતરપિંડી) અને 34 અનુસાર ગુનો દાખલ કર્યો છે. વિવેક અને એની પત્ની પ્રિયંકાએ એપ્રિલ 2017માં ઓબેરોય ઓર્ગેનિક એલએલપીની સ્થાપના કરી. આ કંપની ઓર્ગેનિક વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ અને ખરીદી કરે છે. પણ ત્રણ વર્ષ બાદ ઓર્ગેનિક પદાર્થોની માગ ઓછી હોવાથી આ કંપની બંધ કરવાનો વિચાર કરતા હતા. આ દરમિયાન અભિનેતા સંજય સહાના સંપર્કમાં આવ્યો જે એક કાર્યક્રમ આયોજિત કરવાનો હતો અને ફિલ્મોનું નિર્માણ કરતો હતો.

રૂપિયાનો ઉપયોગ બીજા કામ માટે
સંજય અને તેની માતાનું નામ આનંદિતા એન્ટરટેનમેંટ એલએલપીમાં પાર્ટનર તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું. સંજયની પરિચિત રાધિકા નંદાનું નામ પણ પાર્ટનર તરીકે ઉમેરવામાં આવ્યું. એ સાથે વિવેકની પત્ની પ્રિયંકાએ રાજીનામુ આપવું પડ્યું. છ મહિનામાં પછી વિવેક આ પાર્ટનરશીપમાંથી છૂટો થયો અને એનો ભાગ (33.33 ટકા) પોતાની ફર્મ ઓબેરોય મેગા એન્ટરટેનમેંટ એલએલપીમાં કન્વર્ટ કર્યો. નવેમ્બર 2022 સુધી વિવેકે આનંદિતા કંપનીમાં 95.72 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એ પછી વિવેકે રોકાણની વિગત જોતા સંજયે રૂપિયાનો દુરુપયોગ કર્યો એમ ધ્યાનમાં આવ્યું. એણે ફર્મના વ્યવસ્થાપક સાથે વાત કરી સીએને કામે લગાડ્યો. એ સમયે જણાયું કે સંજયે 58.56 લાખ રૂપિયા વીમો ભરવા, ઘરેણાં ખરીદવા, પગાર આપવા વગેરે માટે વાપર્યા.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us