
મુલુંડ સ્થિત રુનવાલ ગ્રીન્સમાં રહેતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મુલુંડ (વે)માં લિન્ક રોડ સ્થિત રૂનવાલ ગ્રીન્સ કોમ્પલેક્સના ટાવરમાં એક ૧૪ વર્ષના તરૂણએ આત્મહત્યા કરી જીવ ટુકાવી દેવાની ચોંકાવનારી ઘટના નોંધાઈ છે. બનાવની વિગત અનુસાર આ ૧૪ વર્ષના યુવકની મમ્મી યુવકને વારંવાર અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતી રહેતી હતી જેને પગલે આ યુવકએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના ભાંડુપ પોલીસ સ્ટેશનએ આકસ્મિક મૃત્યુની ઘટના તરીકે નોંધી છે.

પોલીસ સૂત્રો અનુસાર નવમા ધોરણમાં અભ્યાસ કરતાં યુવકએ શનિવાર, તા. ૧૪ ડિસેમ્બરના રોજ પોતાનો બેડરૂમ બંધ કરીને પંખા સાથે નાયલોનની દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. યુવકના બેડરૂમનો દરવાજો તેની મમ્મીએ ખોલતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ યુવકને તુરંત બાજુમાં આવેલી ફોર્ટીસ હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં હોસ્પિટલના સત્તાવાળાઓએ પોલીસને ઘટનાની જાણકારી કરી હતી. પોલીસ અધિકારીઓ તપાસ માટે ફોર્ટીસ હોસ્પિટલ પહોંચીને તુરંત કેસ સંબંધી માહિતી એકઠી કરી હતી. પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે યુવકએ આવું ઘાતકી પગલું લેવાનું કારણ તેની મમ્મી દ્વારા અભ્યાસ પર ધ્યાન આપવા વારંવાર કહેવાને પગલે અંતિમ પગલું ભર્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
