મુંબઈ સેશન્સ કોર્ટે તાજેતરમાં જ એક પુત્રને તેની 88 વર્ષીય માતાને ઘરની માલિકીના વિવાદને લઈને લગભગ સાત વર્ષ પહેલાં માર મારવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે.

આ ગુનેગારનું નામ સંતોષ સુર્વે છે. ગોરેગાંવમાં 16 જૂન, 2016ના રોજ બનેલી આ ઘટનામાં સંતોષ નશામાં ધૂત થઈ ગયો હતો અને તેણે તેની માતા સુશીલાને ખૂબ માર માર્યો હતો. ખરાબ રીતે ઘાયલ સુશીલાને તેની દીકરીઓ હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે, જીવલેણ ઇજાઓને કારણે બીજા દિવસે તેનું મૃત્યુ થયું હતું.

સુશીલાને પાંચ દીકરીઓ હતી 16 જૂન 2016ના રોજ સુશીલાની બીજી પુત્રી એન્જેલીના બપોરે 12.30 વાગ્યાની આસપાસ ઘરે આવી હતી. લગભગ 15 મિનિટ પછી સંતોષ પણ ઘરે આવ્યો અને તેની માતા પાસે મિલકતના દસ્તાવેજો માંગ્યા. ત્યારબાદ જ્યારે એન્જેલીનાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે બંનેને ખૂબ માર માર્યો. માતા અને બહેનોને દૂર ધકેલી તેણે તેની બહેનોને કહ્યું.  ‘હું પણ આ ઘરનો માલિક છું. તેથી તમે બંને ઘરની બહાર નીકળી જાઓ’, ગભરાયેલી બહેનોએ પોલીસને ફોન કર્યો જ્યારે તેઓએ જોયું કે ભાઈ સાંભળતો નથી અને ખૂબ હિંસક બની ગયો. આ રીતે, પોલીસના આગમન પછી જ માતા તેના ભાઈની ચુંગાલમાંથી મુક્ત થઈ શકી. ત્યારબાદ બહેનોએ માતાને હોસ્પિટલમાં દાખલ કરી. જોકે, બીજા દિવસે માતાનું અવસાન થયું હતું.

સંતોષે કોર્ટમાં પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે મોટા ભાઈ પ્રકાશ સાથે મિલકતનો વિવાદ હતો. તેથી જ મને આ ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે’,  બહેને કોર્ટમાં પોતાનો જવાબ પણ આપ્યો હતો. જોકે, એન્જેલિના પોતાના નિવેદન પર અડગ રહી અને કોર્ટમાં સંતોષ વિરુદ્ધ જુબાની આપી. સાથે જ પ્રકાશે પણ સંતોષ વિરુદ્ધ જુબાની આપી હતી. સુશીલાના મૃત્યુ અંગેના મેડિકલ રિપોર્ટ સાથે બંનેની જુબાનીના આધારે કોર્ટે સંતોષને દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us