
મુંબઈના કોસ્ટલ રોડ પર જઈ રહેલી લેમ્બોર્ગિની કારમાં આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. જોકે, કારમાં આગ લાગ્યા બાદ તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. આ વીડિયો જાણીતા બિઝનેસમેન ગૌતમ સિંઘાનિયાએ શૂટ કરી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો, જ્યારે તેના પર લોકોએ પ્રતિક્રિયા પણ આપી હતી. આ ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આ દુર્ઘટનાને પગલે રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા હતા. વીડિયો નજરમાં આવ્યા બાદ અધિકારીઓએ બુધવારે રાત્રે લગભગ 10:20 વાગ્યે બનેલી આ દુર્ઘટનાની જાણકારી આપી હતી. કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
