September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

ઘાટકોપરની ગુજરાતી મહિલા પાસેથી આર્મીનો જવાન હોવાનો ઢોંગ કરીને એક સાઇબર ફ્રોડએ ૯.૦૩ લાખ રૂપિયાની કરી છેતરપિંડી

બૅન્કનું ખાતું ફ્રીઝ થઈ જવું, લૉટરી લાગવી, કરોડપતિમાં ઇનામ લાગવું જેવાં બહાનાંઓ હેઠળ લોકોને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા પડાવી લેવાના કિસ્સા બની ચૂક્યા છે ત્યારે તાજેતરમાં એક નવો નુસખો ઘાટકોપરમાં સામે આવ્યો છે. એમાં આર્મીનો જવાન હોવાનો ઢોંગ કરીને એક સાઇબર ભામટાએ ઘાટકોપરની ગુજરાતી મહિલા પાસેથી પ્લાસ્ટિક ખરીદવાના બહાને ૯.૦૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ ઘટનાની ફરિયાદ મહિલાએ તરત સાઇબર વિભાગને કર્યા બાદ પંતનગર પોલીસે ફરિયાદ નોંધી હતી.

ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરની એક સોસાયટીમાં રહેતાં ૬૬ વર્ષનાં સુનીતા નરેશ શાહે કરેલી ફરિયાદ અનુસાર તેમના પતિ નરેશ શાહના અવસાન બાદ તેઓ એન્જિનિયરિંગ પ્લાસ્ટિક, નાયલૉન, ટેપ્લાન, પીવીસી વગેરેનો વ્યવસાય ઘરેથી કરે છે. એમાંથી થતી આવકથી તેમનું ભરણપોષણ થાય છે. ૧૮ ઑગસ્ટે તેમને એક અજાણ્યા નંબર પરથી મેસેજ મળ્યો હતો જેમાં સામેની વ્યક્તિએ તેમની પાસેથી પ્લાસ્ટિકની સામગ્રી ખરીદવાની ઇચ્છા બતાવી હતી. ત્યાર પછી ફરિયાદીએ તેને તે કોણ છે એવો સવાલ કર્યો ત્યારે તેણે કહ્યું કે તે ભારતીય સેનામાં છે અને તેમને પ્લાસ્ટિકની સામગ્રીની જરૂર છે. એ પછી ફરિયાદીએ એનો શું ઉપયોગ કરવા માટે જોઈએ છે એમ પૂછ્યું ત્યારે સામેની વ્યક્તિએ એ અમે તમને કહી શકતા નથી એમ કહીને પોતાનો ફોટો અને જીએસટી નંબર મોકલ્યો હતો.

ફરિયાદીએ જીએસટી પોર્ટલ પર જીએસટી નંબર તપાસ્યો ત્યારે એ નંબર કાલિના ડિફેન્સનો હોવાની માહિતી તેમને મળી હતી. ૨૫ ઑગસ્ટે સાઇબર ગઠિયાએ તેમને બૅન્ક-અકાઉન્ટની માહિતી મોકલી હતી અને પાંચ રૂપિયા બે વખત મોકલવા કહ્યું હતું. તેમણે કહ્યું કે સેનામાં એવું છે કે પહેલાં તમે પૈસા મોકલો, પછી તમને પૈસા મોકલીશ. ત્યાર બાદ ફરિયાદીએ બે વાર પાંચ રૂપિયા મોકલ્યા હતા. એના બદલામાં સામેની વ્યક્તિએ તેમને ૨૦ રૂપિયા પાછા મોકલ્યા હતા. ત્યાર બાદ સામેની વ્યક્તિએ ૯૬,૪૬૫ રૂપિયા ભરવાનું કહ્યું હતું. એ પછી તેણે ૩૬,૦૦૦ રૂપિયા ભરવા કહ્યું હતું. એમ ધીરે-ધીરે કરીને ૯.૦૩ લાખ રૂપિયા મહિલા પાસેથી પડાવ્યા હતા.

અંતમાં સાઇબર ભામટાએ ત્રણ લાખ રૂપિયા મોકલવા કહ્યું હતું. એટલે એના પર શંકા આવતાં મહિલાને પોતાની સાથે થયેલી સાઇબર છેતરપિંડી સમજાતાં તરત તેમણે 1930 નંબર પર સાઇબર હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો અને પછી આ ઘટનાનીફરિયાદ પંતનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

પંતનગર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં સાઇબર ડિપાર્ટમેન્ટ તરફથી કેટલા પૈસા અટક્યા છે એની માહિતી અમને હજી મળી નથી. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us