કાંદિવલી (વે)માં એમ.જી. રોડ પર ચાલી રહેલ એસઆરએના એક પ્રોજેક્ટના કામ દરમિયાન અહીં આવેલ એક પીપળાના વૃક્ષને ગેરકાયદે કાપવાના  પ્રકરણે એક બિલ્ડર સહિત પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણે એક એક્ટિવિસ્ટ મહેશ ગુપ્તાની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર અહીં આવેલ પીપળાનું વૃક્ષ અચાનક ગુમ થઇ ગયું હોવાનું ફરિયાદી ગુપ્તાના ધ્યાનમાં આવતા તેમણે  સંબંધિત વોર્ડમાં ઉધાન સહાયક તરીકે કામ કરતા દેવેન્દ્ર જોગિયા (૩૧)ને આ વાતથી વાકેફ કરી ફરિયાદ નોંધાવી હતી.

આ  સિવાય ગુપ્તાએ ઘટનાસ્થળના ફોટાઓ લઇ તેની સંપૂર્ણ વિગત આર/સાઉથ વોર્ડના  આસીસ્ટન કમિશનરને પણ મોકલી આપી હતી. આ સાથે જ આ બાબતે એક પત્ર લખી સ્થાનિક પોલીસને પણ ઘટનાથી અવગત કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ આ પ્રકરણે પોલીસે  બિલ્ડર સહિત પાંચ જણ સામે મહારાષ્ટ્ર (નાગરિક વિસ્તાર) વૃક્ષનું સંરક્ષણ અને જતનની કલમ હેઠળ ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ શરૃ કરી છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us