રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર એક નવા આકર્ષણ તરીકે ઊભરી આવ્યું છે. અટલ સરોવર બનાવવા માટે 136 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ વિસ્તારને પહેલાથી જ નવા રેસકોર્સ તરીકે ગણવામાં આવી રહ્યું છે. સરોવરમાં હજુ કામ બાકી છે પણ તંત્રએ માર્ચમાં લોકાર્પણ કરીને ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેથી લોકો માટે ખુલ્લું મુકવાની જાહેરાત કરી હતી. અટલ સરોવર આજે બુધવારે ખુલ્લું મુકાશે. 

આજે રાજકોટને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ થયેલ અટલ સરોવર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે અટલ સરોવર 136 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ સાથે જ દુબઈના સરોવર જેવો નજારો રાજકોટ જોવા મળશે.   

અટલ સરોવર ખાતે 90થી 100 ફૂટ ઉંચા ફુવારા સાથે ફાઉન્ટેઇન શો કરાશે. એટલું જ નહીં, બાળકો માટે અવનવી રાઈડ્સ, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અટલ સરોવરમાં પીવાના પાણી માટે પણ સંગ્રહ થશે.

અટલ સરોવર રાજકોટનું નવુ નજરાણું છે. જો સુવિધાની વાત કરીએ તો તે અમદાવાદના રિવરફ્રન્ટને પણ ટક્કર મારે તેવું છે. તે કોઈ વિદેશના લેક જેવું લાગે છે. અટલ સરોવર એ રાજકોટમાં ફરવા માટેનું નવુ સ્થળ છે. 2 લાખ 93 હજાર ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ થયું છે. જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિતની તમામ સુવિધા હશે. આ સાથે જ ભવિષ્યમાં અહીં બોટિંગ પણ કરવામાં આવશે.

અંદાજે 41 કરોડના ખર્ચે આ સ્થળે અટલ લેક પર કલાત્મક એન્ટ્રિ ગેઇટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફૂવારા, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે, જે અમદાવાદ રિવરફ્રન્ટની જેમ હશે. આ સાથે જ અહીં અટલ લેક, પાર્કિંગ, ગાર્ડન અને ફૂડ કોર્ટ જેવી સુવિધા લોકોને મળશે.

નોંધનીય છે કે, રાજકોટની મધ્યે આવેલા રેસકોર્સમાં લોકો ટહેલવું પસંદ કરે છે આસપાસના બગીચાઓ, ક્રીડાંગણો શહેરવાસીઓ માટે સૌથી લોકપ્રિય છે અને મનપા ત્યાં કોઇ ચાર્જ લેતી નથી. જોકે હવે નવા રેસકોર્સ એટલે કે અટલ સરોવરમાં પ્રવેશવા માટે ચાર્જ દેવો પડશે. બાળકોની 10 રૂપિયા ટિકિટ જ્યારે વયસ્કોની 25 રૂપિયા ટિકિટ લેવામાં આવશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us