ડિજિલોકર (DigiLocker) એટલે કે ડિજિટલ લોકર એક એવી સિસ્ટમ છે, જ્યાં તમારા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો સલામત અને સુરક્ષિત રહી શકે છે. જો તમે ઉતાવળમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનની આરસીબુક ઘરે ભૂલી જાઓ તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. સરકારે લાઇસન્સની હાર્ડકોપી રાખવાની જરૂરિયાતને રદ્દ કરી દીધી છે. જે માટે તમારે ફક્ત તમારા દસ્તાવેજોની એક કોપી ડિજિલોકરમાં રાખવી પડશે.
ડિજિલોકરમાં રહેલ ડોક્યુમેન્ટને વાસ્તવિક ડોક્યુમેન્ટ સમાન માનવામાં આવે છે. આ કારણોસર ડોક્યુમેન્ટ હાર્ડકોપીમાં રાખવાની જરૂર ઊભી થતી નથી. ડિજિલોકર એક પ્રકારનું વર્ચ્યુઅલ લોકર છે, જે જુલાઈ 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ડિજિલોકરમાં એકાઉન્ટ ખોલવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ડિજિલોકરમાં તમે પાન કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ અથવા અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજ સાચવીને રાખી શકો છો.
ડિજિલોકરમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું
- ડિજિલોકરમાં એકાઉન્ટ ખોલાવવા માટે સૌથી પહેલાં તમારે www.digilocker.gov.in વેબસાઈટ પર સાઈનઅપ કરવાનું રહેશે.
- હવે જરૂરી ડિટેઈલ એન્ટર કરીને પિન તથા OTP સબમિટ કરો.
- હવે આધારનંબર એન્ટર કરો, જેથી તમારું ડિજિલોકર એકાઉન્ટ બની જશે.
- જ્યાં તમને તમારું ડ્રાઈવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ મળી જશે.
- ડિજિલોકર એપ્લિકેશનમાં શિક્ષણ બોર્ડ તરફથી આપવામાં આવેલ શૈક્ષણિક અને એકેડમિક સર્ટીફિકેટ મળી શકે છે.
- આ એપ્લિકેશનની મદદથી તમે સરળતાથી સાઈનઅપ કરી શકો છો, જે તમામ જગ્યાએ માન્ય ગણવામાં આવે છે.
- આ એપ્લિકેશનમાં OTP અને પાસવર્ડની સુવિધા હોવાથી તમામ દસ્તાવેજ સુરક્ષિત હોય છે.
આ રીતે ડોક્યૂમેન્ટ સેવ કરો
ડિજિલોકરમાં તમારા દસ્તાવેજને સેવ કરવા માટે તમારે દસ્તાવેજોને સ્કેન કરવા પડશે. તમારા ડોક્યુમેન્ટનો ફોટો ક્લિક કરો અને પછી તેને ડિજિલોકરમાં સેવ કરી શકો છો. ડિજિલોકરમાં તમે તમારી 10માં, 12માં, ગ્રેજ્યુએશનનની માર્કશીટ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ઘણાં દસ્તાવેજો સેવ કરી શકો છો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH